For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરાક ઓબામા બાદ મોદી બન્યા દુનિયા સૌથી લોકપ્રિય નેતા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 21 મે: નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાના કોઇપણ ચૂંટાયેલા નેતાના રૂપમાં સૌથી ઝડપથી સૌથી વધતું ફેસબુક પેજ છે અને દુનિયાભરના રાજનેતાઓમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ તેમના ફૉલોવરોની સંખ્યા બીજા કરતાં વધી ગઇ છે. ફેસબુકના એક અધિકારી તરફથી બુધવારે આ જાણકારી આપવામાં આવી છે.

ફેસબુક અધિકારી એંડી સ્ટોને કહ્યું, નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાભરમાં કિ રાજનેતા કે ચૂંટાયેલા અધિકરી (પહેલા દિવસે, અઠવાડિયે અને મહિનાની દ્રષ્ટિએ) સૌથી ઝડપથી આગળ વધતું જતું પેજ છે. 7 એપ્રિલના રોજ ભારતીય લોકસભા ચૂંટણીમાં પહેલાં તબક્કામાં ફેસબુક પર નરેન્દ્ર મોદીને ફોલો કરનાર લોકોની સંખ્યા લગભગ 1.24 કરોડ હતી.

આજે જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમણે દેશના આગામી વડાપ્રધાન તરીકે નિમણૂંક કર્યા તો ફેસબુક પર તેમને ફોલો કરનાર લોકોની સંખ્યા 1.52 કરોડથી વધુ પહોંચી ગઇ છે.

obama-modi

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ નરેન્દ્ર મોદી ફેસબુક પર દુનિયાના બીજા સૌથી લોકપ્રિય રાજનેતા બની ગયા. જો કે ફેસબુક પર નરેન્દ્ર મોદીના ફોલોવરની સંખ્યા 1.171 ટકા વધી ગઇ છે જ્યારે બરાક ઓબામાના મુદ્દે આ ફક્ત 0.305 ટકા જ છે.

English summary
Narendra Modi second most popular world leader after Barack Obama on Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X