For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો પ્રવાસ પૂર્ણ, 5મી વાર મળ્યા ઓબામાને, જાણો ભારતને શું મળ્યું

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દેશોની વિદેશ યાત્રા પૂર્ણ કરી આજે ભારત પરત ફરશે. ત્યારે અમેરિકામાં તેમની યાત્રાના છેલ્લા દિવસે મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને 5મી વાર મળ્યા. અને બન્ને શાંતિ બેઠકમાં પણ હાજરી આપી આતંકવાદ સામે લડવા માટે તૈયારી બતાવી.

સાથે જ મોદીએ ઓબામા દ્વારા ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાઇ પદ મળે તે પર અપીલ કરવા માટે આભાર પણ માન્યો. સાથે અમેરિકાની યાત્રા પૂર્ણ કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન અને હોલેન્ડના વડાપ્રધાનને મળવાની સાથે જ ટેકજાયન્ટ બિલગેટ્સ પણ મોદીને મળવા આવ્યા.

સાથે મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે પણ દ્રિપક્ષીય બેઠક થઇ જેમાં મોદીએ પાકિસ્તાન, આતંકવાદ, વિકસીત દેશ, અને સ્થાઇ સભ્ય પદ પર વાત કરી. ત્યારે મોદીની આ યાત્રા દ્વારા ભારતને શું મળ્યું. ક્યાં ક્યાં શું શું થયું. તેની તસવીરો સાથેનો વિસ્તૃત અહેવાલ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

મોદીએ શાંતિ માટે શપથ લીધા

મોદીએ શાંતિ માટે શપથ લીધા

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા યોજવામાં આવેલ શાંતિ મંત્રણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત વતી શાંતિ માટે પ્રતિજ્ઞા લીધી. અને યુએન પીસ કિંપગમાં પોતાનો ફાળો આપવાની પણ જાહેરાત કરી.

મોદી અને ઓબામા ભેટી પડ્યા

મોદી અને ઓબામા ભેટી પડ્યા

મોદી અને ઓબામા વચ્ચે મળેલી દ્રિપક્ષીય બેઠકમાં બન્ને દેશોના વડાઓ વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળી. મોદીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે દુનિયાની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહીના નેતાઓ મળ્યા.

શું મુદ્દા હતા દ્રિપક્ષીય વાર્તાના?

શું મુદ્દા હતા દ્રિપક્ષીય વાર્તાના?

મોદી અને બરાક ઓબામા વચ્ચે દ્રિપક્ષીય બેઠક થઇ. જેમાં ઓબામા તે વાત પર સહમતિ બતાવી કે વિકાસશીલ દેશોને તકનીકી મદદની જરૂર છે.

પાકિસ્તાન પર બોલ્યા મોદી

પાકિસ્તાન પર બોલ્યા મોદી

આ મુલાકાતમાં ભારત સાફ કર્યું કે કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાનનો વ્યક્તિગત મુદ્દો છે. ભારતે સાફ કર્યું કે પાકિસ્તાન આતંકવાદને વધારો આપી રહ્યું છે. અને આતંકવાદ વિરુદ્ધ લડવું હશે તો બધા દેશોએ સાથે મળીને લડવું પડશે.

ગ્લોબલ વોર્મિંગ પર ચર્ચા

ગ્લોબલ વોર્મિંગ પર ચર્ચા

મોદી ઉર્જાના સ્થાઇ સ્ત્રોત્ર પર પણ ચર્ચા કરી અને પર્યાવરણના મુદ્દાને તમામ દેશોએ ગંભીરતાથી લેવા જોઇએ તેવું પણ જણાવ્યું.

મોદીએ ઓબામાનો માન્યો આભાર

મોદીએ ઓબામાનો માન્યો આભાર

જો કે અમેરિકાની મેજબાની માટે અને ભારતના સુરક્ષા પરિષદની સ્થાઇ સદસ્યતા માટે સમર્થન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો આભાર માન્યો.

બિલ ગેટ્સ મોદીને મળવા પહોંચ્યા

બિલ ગેટ્સ મોદીને મળવા પહોંચ્યા

સિલિકોન વેલીમાં મોદી અને બિલ ગેટ્સ એકબીજાના મળી નહતા શક્યા માટે જ બિલ ગેટ્સ મોદીની યાત્રાના છેલ્લા દિવસે ખાસ તેમને મળવા આવ્યા હતા.

મોદીએ અમેરિકાને કરી વિદાય

મોદીએ અમેરિકાને કરી વિદાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની બે દેશોની વિદેશ યાત્રા પૂર્ણ કરીને ભારત પરત ફરી રહ્યા છે.

મોદીની યાત્રાથી ભારતને શું મળ્યું?

મોદીની યાત્રાથી ભારતને શું મળ્યું?

ડિજીટીલ ઇન્ડિયાના અભિયાનને મોદીને આ યાત્રાથી પ્રાણવાયુ મળ્યો છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર પરિષદના સ્થાઇ સદસ્યાની વાતને વેગ મળ્યો છે. વિદેશી કંપનીઓ દ્રારા ભારતમાં રોકાણ કરવામાં આવ્યું છે. અને વિશ્વ ફલક પર ભારતની છબી દ્રઢ બની છે.

English summary
This was PM Narenra Modi's 5th meet with President Barack Obama, was held in a very positive & cordial manner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X