For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસાએ અંતરિક્ષમાં મોકલ્યા ત્રણ સ્માર્ટફોન સેટેલાઇટ

|
Google Oneindia Gujarati News

phonesat-launch
વોશિંગ્ટન, 25 એપ્રિલઃ ઓર્બિટલ સાયન્સ કોર્પની પહેલી ઉડાનમાં એનટેયર્સ રોકેટે રવિવારે અંતરિક્ષમાં મોકલવામાં આવેલા ત્રણ સ્માર્ટફોન ઉપગ્રહ પોતાની કક્ષામાં પહોંચીની યોગ્ય રીતે કામ કરવાની શરૂઆત કરી દીધી છે. આ જાણકારી અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ આપી છે. નાસાએ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, ત્રણ ફોનસેટના પ્રસારણોને પૃથ્વી પર સ્થિત વિભિન્ન કેન્દ્રો પર ગ્રહણ કરવામાં આવ્યા. આ અંતરિક્ષમાં મોકલવામાં આવેલા અત્યારસુધીના ઓછા ખર્ચાળ ઉપગ્રહ છે.

સમાચાર એજન્સી સિન્હુઆએ નાસાના હવાલાથી કહ્યું કે, આ ઉપગ્રહો કક્ષામાં બે સપ્તાહ સુધી રહે તેવી આશા છે. આ દરમિયાન કેલિફોર્નિયાના મોફેટ ફિલ્ડ સ્થિત અમેસ રિસર્ચ સેન્ટરમાં ફોનસેટની ટીમ ઉપગ્રહોની આવનારા દિવસોમાં સતત દેખરેક કરતા રહેશે.

નાસાની અંતરિક્ષ પ્રૌધ્યોગિકીના એસોસિએટ પ્રશાસક માઇકલ ગેજેરિકએ વોશિંગ્ટનમાં કહ્યું કે, પર્યાવરણ, પૃથ્વી વિજ્ઞાન, સંચાર અને અંતરિક્ષ સાથે જોડાયેલા અન્ય અનુપ્રયોગો માટે સ્માર્ટફોન અનેક સંભાવનાઓના દ્વાર ખોલશે. સૌથી મોટી વાત એ છે કે આ નાના, શક્તિશાળી અને ઓછી લાગતના છે.

તેમણે કહ્યું, ' આ વ્યવસાય અને શિક્ષાના ક્ષેત્રમાં અંતરિક્ષના દ્વાર એક નવી પેઢી માટે ખોલી શકે છે. આ ઉપગ્રહ મુખ્ય રીતે સ્માર્ટફોનથી બનેલા છે. તે પોતાના સ્વાસ્થ્ય અંગે પોતાની સુચના રેડિયો મારફતે પૃથ્વી પર મોકલશે. ફોનસેટ અંતરિક્ષમાં ઉપગ્રહના રૂપમાં કામ કરવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. આ પોતાના કેમેરાથી પૃથ્વીની તસવીરો પણ લેવાનો પ્રયત્ન કરશે.

English summary
nasa launched three smartphone satelites
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X