For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mars Perseverance Rover: મંગળની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યુ નાસાનુ રોવર, જુઓ લાલ ગ્રહના ફોટા

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનુ પર્સિવરન્સ રોવર શુક્રવારે (19 ફેબ્રુઆરી)એ મંગળ ગ્રહની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યુ.

|
Google Oneindia Gujarati News

NASA Perseverance rover lands safely on Mars: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનુ પર્સિવરન્સ રોવર શુક્રવારે (19 ફેબ્રુઆરી)એ મંગળ ગ્રહની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યુ. સાત મહિના પહેલા માર્સ પર્સિવરન્સ રોવરે ધરતીથી ટેક ઑફ કર્યુ હતુ. ભારતીય સમય અનુસાર 2 વાગીને 25 મિનિટે પર્સિવરન્સ રોવરે
(Perseverance Rover) મંગળ ગ્રહની સપાટી પર લેન્ડ કર્યુ . માર્સ પર્સિવરન્સ રોવરે નાસાને જેજેરો ક્રેટરમાં સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યુ છે. રોવરના લાલ ગ્રહ(મંગળ ગ્રહ) પર પહોંચ્યા બાદ જ નાસાએ ત્યાંનો પહેલો ફોટો પણ જાહેર કરી દીધો છે. જેને મંગળ ગ્રહના રહસ્યોના ઉદઘાટનની દિશામાં એક ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે.

nasa

આ સાથે અમેરિકા દુનિયાભરમાં મંગળ ગ્રહ પર સૌથી વધુ રોવર મોકલનાર દેશ બની ગયો છે. નાસાના જણાવ્યા મુજબ આ રોવરને મંગળ ગ્રહ પર મોકલવાનુ લક્ષ્ય પ્રાચીન જીવન વિશે જાણવાનુ છે અને ત્યાંની માટી અને પત્થરોના સેમ્પલ ધરતી પર પાછા લાવવાનુ છે. નાસાએ પોતાની અધિકૃત ટ્વિટર હેન્ડલ પર મંગળ ગ્રહ પર પહોંચેલા રોવરનો પહેલો ફોટો જાહેર કરી અને કેપ્શનમાં લખ્યુ - 'હેલો દુનિયા, મારા પોતાના ઘરેથી મારો પહેલો લુક.' નાસાએ રોવરનો બીજા સાઈડનો પણ એક ફોટો શેર કર્યો છે. નાસાએ એ પણ જણાવ્યુ કે પર્સિવરન્સ રોવરના મંગળ ગ્રહ પર પહોંચવાની પ્રક્રિયા સરળ નહોતી.

નાસાએ જણાવ્યુ કે લેંડિંગ પહેલા પર્સિવરન્સ રોવરને એ દોરમાંથી પણ પસાર થવુ પડ્યુ જેને ટેરર ઑફ સેવન મિનિટ્સ કહેવામાં આવે છે. આ દરમિયાન રોવરની સ્પીડ 12 હજાર મીલ પ્રતિ કલાક હતી. રોવર મંગળના વાયુમંડળમાં પ્રવેશ કરી ચૂક્યુ હતુ. એવામાં ઘર્ષણથી વધેલા તાપમાનના કારણે પર્સિવરન્સ રોવરને નુકશાન થવાની સંભાવના વધુ હતુ. તમને જણાવી દઈએ કે પર્સિવરન્સ રોવર મંગળ ગ્રહના જેજેરો ક્રેટર વિસ્તારમાં લેન્ડ થયુ છે. તે લાલ ગ્રહનો ઘણો દૂર્ગમ વિસ્તાર માનવામાં આવે છે. જેજેરો ક્રેટરમાં પહાડ, અણીદાર ક્લિફ, રેતની ટેકરીઓ, ઘાટીઓ છે. એમ પણ કહેવાય છે કે જેજેરો ક્રેટરમાં પહેલા નદી વહેતી હતી જે એક ઝીલમાં જઈને મળતી હતી. ત્યારબાદ ત્યાં ડેલ્ટા બની ગયુ. એવામાં પર્સિવરન્સ રોવરની લેંડીંગની સફળતા પર આખો સમય દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર હતી.જેજેરો ક્રેટરથી વૈજ્ઞાનિકોમાં આશા છે કે ત્યાં માનવ જીવનના સંકેત મળે.

PM મોદી વિશ્વભારતી વિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં થશે શામેલPM મોદી વિશ્વભારતી વિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં થશે શામેલ

English summary
NASA Perseverance rover lands safely on Mars, see the photo here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X