For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્ર પર પહોંચ્યુ નાસાનુ ઓરિયન કેપ્સ્યુલ, લગાવી રહ્યુ છે ચાંદના ચક્કર, જાણો તેનુ મહત્વ

આર્ટેમિસ-1 પ્રોજેક્ટ હેઠળ લૉન્ચ કરવામાં આવેલ ઓરિયન કેપ્સૂલ સોમવારે સાંજે ચંદ્રમા પર પહોંચી ગયુ.

|
Google Oneindia Gujarati News

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ હાલમાં જ પોતાનો પ્રોજેક્ટ આર્ટેમિસ-1 લૉન્ચ કર્યુ હતુ. જે હેઠળ નાસાએ ફ્લોરિડાના કેપ કેનવરલથી અત્યાર સુધીનુ સૌથી મોટુ રૉકેટ લૉન્ચ કર્યુ હતુ. આર્ટેમિસ-1 પ્રોજેક્ટ હેઠળ લૉન્ચ કરવામાં આવેલ ઓરિયન કેપ્સૂલ સોમવારે સાંજે ચંદ્રમા પર પહોંચી ગયુ. તે ચંદ્રમાના બે ચક્કર લગાવીને પાછુ આવશે. 50 વર્ષ પહેલા નાસાના અપોલો પ્રોગ્રામ પછી પહેલી વાર કેપ્સ્યુલ ચંદ્ર પર પહોંચ્યુ છે. નાસાનુ આ મિશન આટલું મહત્વનુ કેમ છે અને તેની સફળતાથી શું ફાયદો થશે?

ચંદ્ર પર સફળતાપૂર્વક પહોંચ્યુ ઓરિયન કેપ્સ્યુલ

ચંદ્ર પર સફળતાપૂર્વક પહોંચ્યુ ઓરિયન કેપ્સ્યુલ

નાસાની ઓરિયન કેપ્સ્યુલ ચંદ્રની પાછળની તરફ ચક્કર લગાવીને 128 કિમીની અંદર પસાર થયુ. તેને કંટ્રોલ કરી રહેલ નિયંત્રકોને અડધા કલાકના સંચાર બ્લેકઆઉટના કારણે એ ખબર ના પડી કે એન્જિન ફાયરિંગ સુધી ઠીક રહ્યુ કે નહિ. જો કે આજે જ્યારે ઓરિયન કેપ્સ્યુલ ચંદ્રમાની પાછળથી સામે આવ્યુ ત્યારે નાસાને તેના સફળતાપૂર્વક ચંદ્રમા પર પહોંચી ગયાની ખબર પડી.

16 નવેમ્બરે ભરી હતી ઉડાન

16 નવેમ્બરે ભરી હતી ઉડાન

તમને જણાવી દઈએ કે નાસાની આ કેપ્સ્યુલે 16 નવેમ્બરે અત્યાર સુધીના સૌથી શક્તિશાળી રૉકેટ દ્વારા ઉડાન ભરી હતી. જ્યારે આ કેપ્સ્યુલ ચંદ્રની પાછળથી બહાર આવી ત્યારે તેની પાછળના કેમેરાએ ફોટો ક્લિક કરીને પૃથ્વી પર મોકલ્યો હતો. જે નાસા દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જો બધુ બરાબર રહ્યુ તો તેને વળાંકવાળી ભ્રમણકક્ષામાં રાખવા માટે આગામી શુક્રવારે બીજુ 'એન્જિન ફાયરિંગ' કરવામાં આવશે.

ઓરિયન કેપ્સ્યુલનુ મહત્વ

ઓરિયન કેપ્સ્યુલનુ મહત્વ

ગયા બુધવારે શરૂ થયેલી 4.1 બિલિયન ડૉલરની કિંમતવાળુ આ પરીક્ષણ ઉડાન ઘણુ નોંધપાત્ર છે. ઓરિયનના ઉડાન પથમાં અપોલો 11, 12 અને 14ના લેન્ડિંગ સ્થળ પણ સામેલ છે જે માનવ પહોંચના પ્રથમ ત્રણ ચંદ્ર સ્થળ છે. આ કેપ્સ્યુલ પૃથ્વી પર પાછા ફરતા પહેલા ચંદ્ર પર એક સપ્તાહ પસાર કરશે. જે પછી નાસા તેને 11 ડિસેમ્બરે પેસિફિક મહાસાગરમાં છોડશે. ખાસ વાત એ છે કે આ ઓરિયન કેપ્સ્યુલમાં કોઈ લેન્ડર નથી. તેથી તે ચંદ્રને કોઈપણ એંગલથી સ્પર્શ કરશે નહિ. તમને જણાવી દઈએ કે ચંદ્રની આસપાસ અવકાશયાત્રીઓને મોકલવાની યોજના બનાવી રહી છે. આ મિશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એક યાનને લેન્ડ કરવાનો પ્રયાસ કરવાની યોજના બનાવી રહ્યુ છે.

English summary
NASA's Artmis-1 Capsule Orion successfully reached the Moon, know the importance here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X