For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ ગ્રહ પર નાસાના હેલિકૉપ્ટરની સફળ ઉડાન, રચ્યો ઈતિહાસ

નાસાના હેલિકૉપ્ટરે મંગળ ગ્રહ પર ઉડાન ભરીને માનવીના અંતરિક્ષ ઈતિહાસને ઐતિહાસિક બનાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

હ્યુસ્ટનઃ નાસાના હેલિકૉપ્ટરે મંગળ ગ્રહ પર ઉડાન ભરીને માનવીના અંતરિક્ષ ઈતિહાસને ઐતિહાસિક બનાવી દીધો છે. મંગળ ગ્રહ પર નાસાના હેલિકૉપ્ટરની સફળ ઉડાન સાથે જ લગભગ 6 વર્ષોથી ચાલતી અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાની મહેનત સફળ થઈ ગઈ છે. નાસાના આ મિશન પર આખી દુનિયાની નજર છે. આનુ લાઈવ પ્રસારણ પણ નાસાએ કર્યુ છે. અંતરિક્ષ ઈતિહાલમાં આવુ પહેલી વાર થયુ છે જ્યારે કોઈ બીજા ગ્રહ પર કોઈ હેલિકૉપ્ટરે ઉડાન ભરી છે.

નાસાનુ ઐતિહાસિક મિશન

નાસાનુ ઐતિહાસિક મિશન

આવુ પહેલી વાર થયુ છે જ્યારે કોઈ બીજા ગ્રહ પર ધરતીના કોઈ હેલિકૉપ્ટરે ઉડાન ભરી છે. ભારતીય સમય મુજબ સાંજે લગભગ 3 વાગીને 45 મિનિટે નાસાએ આ ઐતિહાસિક મિશનનુ લાઈવ પ્રસારણ થયુ. આ પહેલા નાસાના આ મિશનના પ્રોજેક્ટ મેનેજર મિમિ આંગે કહ્યુ હતુ કે સોમવારે નાસાનુ હેલિકૉપ્ટર મંગળ ગ્રહ પર ઉડાન ભરવાની કોશિશ કરશે પરંતુ અમેએ પણ જાણીએ છીએ કે અમારે આના માટે ફરીથી મહેનત કરવી પડી શકે છે. એન્જિનિયરીંગની દુનિયામાં સફળતાની કોઈ ગેરેન્ટી નથી હોતી. બધુ અનિશ્ચિત હોય છે પરંતુ નાસાની આ કોશિશ નિશ્ચિત રીતે અત્યાધુનિક, રોમાંચક અને લાભ આપવાની છે. તમને જણાવી દઈએ કે નાસાનુ આ હેલિકૉપ્ટર 11 એપ્રિલે ઉડાન ભરવાનુ હતુ પરંતુ ઉડાન પહેલા કમાન્ડ આપનાર સિસ્ટમમાં અમુક મુશ્કેલીઓ આવી ગઈ હતી ત્યારબાદ આ હેલિકૉપ્ટરની ઉડાનને આજ સુધી ટાળી દેવામાં આવી હતી. આ ટીમના વૈજ્ઞાનિકોએ આ મિશન સાથે જોડાયેલ સૉફ્ટવેલને અપડેટ કર્યુ છે.

સફળતા પર શું કહ્યુ વૈજ્ઞાનિકોએ

મંગળ ગ્રહ પર ઐતિહાસિક ઉડાન ભરતા પહેલા નાસાના વૈજ્ઞાનિકોનુ કહેવુ હતુ કે હેલિકૉપ્ટર મિશનથી પહેલા હેલિકૉપ્ટરે રેપિડ સ્પિન ટેસ્ટ પાસ કરી લીધી છે પરંતુ હવે આ હેલિકૉપ્ટરે આગળના મિશનને જાતે જ અંજામ આપવો પડશે. નાસાના રિપોર્ટ મુજબ અત્યાર સુધી આ હેલિકૉપ્ટર સંપૂર્ણપણે બરાબર સ્થિતિમાં છે અને આશા રાખવામાં આવી રહી છે કે આ હેલિકૉપ્ટર ફરવામાં સફળ રહે તો આ મિશનના સફળ થવાની સંભાવના 90 ટકા કરતા વધી જશે અને જો આ હેલિકૉપ્ટર સફળતા સાથે ઉડાન ભરવા સાથે સાથે જો યોગ્ય રીતે લેન્ડ કરી લે તો પછી વધુ ચાર ફ્લાઈટ્સને નાસા ટેસ્ટ કરશે. ઐતિહાસિક ઉડાનને લાઈવ જોવા માટે નીચેના વીડિયો પર ક્લિક કરો.

કેટલુ ઐતિહાસિક છે આ મિશન?

મંગળ ગ્રહ પર જીવન છે કે નહિ, જીવન હતુ કે નહિ તેની શોધ કરવાની કોશિશો વર્ષોથી થઈ રહી છે અને હજુ સુધી મંગળ ગ્રહની સપાટી વિશે વધુ માહિતી મળી શકી નથી. સેટેલાઈટ્સ દ્વારા અમુક ફોટાથી જાણવા મળ્યુ છે કે મંગળ ગ્રહની સપાટી ઘણી વધુ ઉબડ-ખાબડ છે માટે અહીં સ્પેસક્રાફ્ટનુ લેંડિંગ સરળ નથી. આ સાથે જ મંગળ ગ્રહની કક્ષામાં ચક્કર લગાવી રહેલ સેટેલાઈટ્સ એક સીમા સુધી જ મંગળ ગ્રહને જોઈ શકે છે જ્યારે મંગળ ગ્રહની દરેક સપાટી સુધી પહોંચવુ રોવર માટે પણ સંભવ નથી. માટે જો હેલિકૉપ્ટર ઉડાન ભરવામાં સફળ થાય તો આ મંગળ ગ્રહથી ચોક્કસ ફોટા અલગ અલગ જગ્યાએ પહોંચીને લઈ શકે છે. જેનાથી મંગળ ગ્રહ વિશે ઘણી માહિતી મળી શકશે.

બેડની અછતના લીધે વડોદરાની મસ્જિદ બની 50 બેડની કોવિડ હોસ્પિટલ

English summary
NASA's helicopter fly historically on Mars. May be historic for space history.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X