For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં બેડની અછતના કારણે વડોદરાની એક મસ્જિદ બની 50 બેડની કોવિડ હોસ્પિટલ

વડોદરામાં જહાંગીરપુરાની એક મસ્જિદને કોવિડ સુવિધા ધરાવતી 50 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ દેશમાં કોરોનાની બીજી લહેર જે ગતિએ દેશમાં ફેલાઈ રહી છે તેટલી ઝડપથી તમામ આરોગ્ય સુવિધાઓની ધીમે ધીમે અછત સર્જાવા લાગી છે. દિલ્લી, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં તીવ્ર ગતિએ વધી રહેલા કોરોના કેસોના કારણે હોસ્પિટલના બેડ, રેમડેસિવિર ઈંજેક્શન અને ઓક્સિજન ખૂટવા લાગ્યા છે. પ્રશાસન માટે માંગ પ્રમાણે પુરવઠો પૂરો પાડવો લોઢાના ચણા ચાવવા સમાન બની રહ્યુ છે. આવા કપરા સમયમાં વડોદરામાં જહાંગીરપુરાની એક મસ્જિદને કોવિડ સુવિધા ધરાવતી 50 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે.

mosque

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ મસ્જિદના ટ્રસ્ટીએ કહ્યુ કે, ઓક્સિજન અને હોસ્પિટલ બેડની અછતના કારણે અમે મસ્જિદને કોવિડ સુવિધામાં ફેરવવાનો નિર્ણય કર્યો. તાજેતરમાં જ રાજ્યની સિવિલ હોસ્પિટલની બહાર કોવિડ દર્દીઓને લઈ જતી એમ્બ્લુયલન્સની લાંબી લાઈન જોવા મળી હતી. રાજ્ય સરકારે કહ્યુ હતુ કે સ્થિતિને સંભાળવા માટે સિવિલ હોસ્પિટલની ક્ષમતા સાથે લાંબી લાઈનને જોડવી અનુચિત હતી. દર્દીઓને પ્રોટોકૉલ મુજબ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જેને ફગાવી શકાય નહિ.

રાજ્યમાં કોરોના મહામારીની સમગ્રતયા સ્થિતિ પરની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યુ હતુ કે સિવિલ હોસ્પિટલની બહાર 40થી વધુ એમ્બ્યુલન્સની લાઈન હતી. હાઈકોર્ટે મીડિયા રિપોર્ટસ ટાંકીને કહ્યુ હતુ કે કોઈ પણ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાના કારણે કોવિડ-19 દર્દીઓની એમ્બ્યુલન્સમાં લાઈન લાગેલી છે. ઉલ્લેખનીય છે કે અસારવાની કોવિડ હોસ્પિટલ કેમ્પસમાં કોવિડ-19 દર્દીઓ માટે 1200 બેડ ફાળવવામાં આવ્યા છે.

રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે(19 એપ્રિલ) ગુજરાતમાં 11,403 નવા કોરોના કેસ સામે આવ્યા કે જે દૈનિક કેસોમાં અત્યાર સુધીના સૌથી વધુ છે. વળી, કોરોના સંક્રમણના કારણે 117 દર્દીઓના મોત થયા. ગુજરાતમાં દૈનિક કેસો 11 હજારથી વધુ થઈ ગયા હોય તેવુ આ પહેલી વાર બન્યુ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ગઈ કાલના 11,403 નવા કેસો ઉમેરાયા બાદ 4,15,972 થઈ ગઈ છે.

Delhi Lockdown: 5 મેટ્રો સ્ટેશન બંધ, પ્રવાસીઓનુ પલાયન ચાલુDelhi Lockdown: 5 મેટ્રો સ્ટેશન બંધ, પ્રવાસીઓનુ પલાયન ચાલુ

English summary
Vadodara: A Mosque converted into 50 bed covid-19 hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X