For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ પર એલીયનના નિશાન શોધી રહ્યું છે નાસાનું રોવર, જેજેરો ક્રેટર પર મળી શકે છે જીવનના સંકેત

પૃથ્વી પરથી લોન્ચ થયાના લગભગ એક વર્ષ બાદ નાસાના મંગળ 2020 પર્સિવરન્સ રોવર દ્વારા મંગળ ગ્રહ પર એલીયન જીવનની શોધખોળ શરૂ કરી છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ રોવરે ફોટોસ અને ડેટા નાસાને મોકલ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પૃથ્વી પરથી લોન્ચ થયાના લગભગ એક વર્ષ બાદ નાસાના મંગળ 2020 પર્સિવરન્સ રોવર દ્વારા મંગળ ગ્રહ પર એલીયન જીવનની શોધખોળ શરૂ કરી છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ રોવરે ફોટોસ અને ડેટા નાસાને મોકલ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં મંગળ ગ્રહની ધૂળનું શ્રેષ્ઠ સંયોજન વિશ્લેષણ છે. વર્તમાન સમયમાં મંગળ પરની જાણકારી એકઠી કરવા માટે છ ટાયરવાળું યાન જેજેરો ક્રેટરના ક્રેટેડ ફ્લોરના ખરબચડા વિસ્તારમાં છે.

NASAs rover

જેજેરો ક્રેટરમાં મળી શકે છે જીવનના સંકેત

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મંગળ ગ્રહ પરના ખાડા અબજો વર્ષો પહેલા તળાવ હતા, જે પાછળથી સુકાઈ ગયા છે. હવે રોવર આ લાલ જમીનની ચકાસણી કરવા માટે સેમ્પલ શોધી રહ્યું છે. નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીઝના એસ્ટ્રોબાયોલોજિસ્ટ એબીગાઇલ ઓલવુડે એક નિવેદનમાં જણાવે છે કે, જો જેજેરો ક્રેટરમાં જીવન હતું, તો તે જીવનના પુરાવા મળી શકે છે. ઓલવુડ PIXLના વડા છે. PIXL મંગળ પર જીવન શોધવાના પ્રયાસ કરી રહ્યું છે.

NASAs rover

રોવર આ સાધનોની મદદથી જીવનના સંકેતની શોધ કરી રહ્યું છે

PIXL સિવાય હન્ટરના બે વધુ રોવર્સ શેરલોક (SHERLOC) અને વોટસન (WATSON)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શેરલોક અલ્ટ્રાવાયોલેટ લેસરનો ઉપયોગ કરીને મંગળ ગ્રહના ખડકોમાં રહેલી ખનિજોને ઓળખે છે. જ્યારે કેમરા વોટસન ક્લોઝ-અપ ફોટોગ્રાફ્સ ક્લિક કરે છે. જેથી વૈજ્ઞાનિકો ગોળાઈ, બનાવટ અને ગ્રેનના આકાર માટે તેનું વિશ્લેષણ કરી શકે છે. માસ્ટર PIXL એક્સ રેની મદદથી ખડકની રાસાયણિક રચનાના ગ્રાફ્સ તૈયાર કરે છે. આ તમામ સાથે મળીને એક મજબુત રિસર્ચ ટીમ બનાવે છે.

NASAs rover

મંગળ પર સિમેન્ટ હોવાનું સામે આવ્યું

વોટસન દ્વારા પહેલાથી જ શરૂઆતના ફોટોગ્રાફ્સનો ડેટાબેઝ બનાવી લેવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોઆ ડેટાનો ઉપયોગ કરીને મંગળ પર સિમેન્ટની હાજરી શોધી લીધી છે. વૈજ્ઞાનિકો માને છે કે, ભૂસ્તરીય તારણો કર્યા બાદ ગ્રહની રચના વિશે જાણકારી મળશે. મંગળ ગ્રહ પર એલીયન જીવનની તપાસ કરવામાં મહત્વની કડી તરીકે સાબિત થઈ શકે છે. મંગળના ભૂસ્તરશાસ્ત્ર અને આબોહવાને દર્શાવતા પર્સિવરન્સ રોવરનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન અથવા ભૂતકાળમાં એલીયન જીવનના પુરાવા શોધવા અને મંગળ ગ્રહની દુનિયામાં ભાવિ માનવ સંશોધનનો માર્ગ મોકળો કરવાનો છે.

English summary
Nearly a year after its launch from Earth, NASA's Mars 2020 Perseverance Rover has begun exploring alien life on Mars. Equipped with state-of-the-art technology, the rover has sent photos and data to NASA. According to scientists, the best compound analysis of Mars dust so far. The six-tiered spacecraft is currently in a rough area of ​​the crater floor of the Jejero Crater to gather information on Mars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X