For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈતિહાસમાં પહેલી વાર બન્યુ, NASAનુ પૃથ્વીને બચાવવાનુ મિશન સફળ, એસ્ટેરૉઈડ સાથે ટકરાયુ સ્પેસક્રાફ્ટ, જુઓ Video

ઇતિહાસમાં પહેલી વાર નાસાએ પ્લેનેટરી ડિફેન્સ ટેસ્ટ(ડાર્ટ મિશન) સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઇતિહાસમાં પહેલી વાર નાસાએ પ્લેનેટરી ડિફેન્સ ટેસ્ટ(ડાર્ટ મિશન) સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ છે. નાસાનુ ડાર્ટ મિશન 27 સપ્ટેમ્બર 2022ના રોજ સવારે 4.45 મિનિટે એસ્ટરૉઇડ ડીડીમોસ સાથે અથડાયુ જે ચંદ્ર જેવો મોટો પથ્થર હતો. નાસાનુ આ અવકાશયાન એસ્ટરૉઇડ સાથે અથડાયુ અને મિશન પૂર્ણ થયુ. નાસાનુ આ અવકાશયાન એસ્ટરૉઇડ સાથે અથડાયુ અને મિશન પૂર્ણ થયુ. જો કે ડિમોર્ફોસ કઈ દિશામાં વળ્યુ છે તેનો ડેટા હાલમાં શેર કર્યો નથી. આ ડેટા આવવામાં સમય લાગશે. અસર તરત જ દેખાતી હોવા છતાં ડાર્ટનુ રેડિયો સિગ્નલ અચાનક જ કપાઈ ગયુ.

હવે ભવિષ્યમાં પૃથ્વીને ક્યારેય એસ્ટેરૉઈડના હુમલાનુ જોખમ નહિ

હવે ભવિષ્યમાં પૃથ્વીને ક્યારેય એસ્ટેરૉઈડના હુમલાનુ જોખમ નહિ

નાસાના આ પગલાંથી હવે પૃથ્વી ભવિષ્યમાં કોઈપણ પ્રકારના લઘુગ્રહ (એસ્ટરૉઈડ) સાથે ટકરાય તેવી શક્યતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આ પૃથ્વીને બચાવવાનુ નાસાનુ મિશન સફળ રહ્યુ છે. આ ટેક્નોલૉજીથી પૃથ્વીને બચાવી શકાય છે કારણ કે રોજેરોજ અપડેટ્સ આવતા હતા કે એક મોટો લઘુગ્રહ પૃથ્વી તરફ આવી રહ્યો છે, હવે આવુ થવાની સંભાવના નથી.

નાસાએ જાહેર કર્યો અદભૂત વીડિયો

નાસાએ જાહેર કર્યો અદભૂત વીડિયો

ડાર્ટ નામનુ અવકાશયાન 14,000 mph(22,500 kph)ની ઝડપે એસ્ટરૉઇડ ડીડીમોસ સાથે અથડાયુ હતુ. નાસાના આ અવકાશયાને અભૂતપૂર્વ રિહર્સલ કર્યુ છે. નાસાએ ખુદ તેના ટ્વિટર હેન્ડલ પર તેનો વીડિયો જાહેર કર્યો છે. ડાર્ટ મિશન ડીડીમોસ એસ્ટરૉઇડના ચંદ્ર ડીમોર્ફોસ સાથે અથડાયુ હતુ. જો ડિમોર્ફોસ તેની દિશા અને ભ્રમણકક્ષા બદલશે તો પૃથ્વીને આવનારા દિવસોમાં આવા જોખમોનો સામનો કરવો પડશે નહિ.

નાસાની આ હતી પહેલી કોશિશ

નાસાની આ હતી પહેલી કોશિશ

325 મિલિયન ડોલરનુ મિશન અવકાશમાં એસ્ટરૉઇડ અથવા અન્ય કોઈપણ કુદરતી વસ્તુની સ્થિતિને સ્થાનાંતરિત કરવાનો નાસાનો પ્રથમ પ્રયાસ હતો. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને પ્રી-રેકોર્ડ કરેલા વીડિયોમાં કહ્યુ, 'ના, તે કોઈ ફિલ્મનુ દ્રશ્ય નથી. આપણે બધાએ તેને 'આર્મગેડન' જેવી ફિલ્મોમાં જોયુ છે પરંતુ આ તમે જુઓ છો તે વાસ્તવિક જીવનનુ સત્ય છે અને વાસ્તવિકતાના જીવનના દાવ ઉંચા છે.'

ડાર્ટ મિશને આ વસ્તુઓનો પણ કર્યો અભ્યાસ

ડાર્ટ મિશને આ વસ્તુઓનો પણ કર્યો અભ્યાસ

ડાર્ટ મિશનનુ સ્પેસક્રાફ્ટ એટલે કે અવકાશયાન ડિમોર્ફોસ સાથે 14,000 મીલ પ્રતિ કલાક લગભગ 22,530 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયુ હતુ. પરંતુ આ અથડામણ પહેલા ડાર્ટ મિશનના અવકાશયાનમાં વાતાવરણ, માટી, પથ્થર અને ડિમોર્ફોસ અને એસ્ટરૉઇડ ડીડીમોસની રચના જેવી બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે નાસાને ભવિષ્યમાં વધુ સંશોધનમાં મદદ કરશે. નાસાએ કહ્યુ કે આ મિશનમાં કાઈનેટિક ઈમ્પેક્ટર ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

8000 સેલથી વધુ પત્થરો પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે

8000 સેલથી વધુ પત્થરો પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે

નાસાએ માહિતી આપી છે કે તેઓએ આ મિશન દરમિયાન પૃથ્વીની નજીકની 8000 થી વધુ વસ્તુઓ રેકોર્ડ કરી છે. મતલબ કે પૃથ્વીને નુકસાન પહોંચાડી શકે તેવા 8 હજારથી વધુ મોટા પથ્થરો હતા. આમાંના મોટા ભાગના વ્યાસમાં 460 ફૂટ કરતા મોટા હતા. જેનો અર્થ છે કે જો તે ઘર પર પડે તો અમેરિકા જેવા મોટા દેશને બરબાદ કરી શકે છે. તે સુનામી કરતાં પણ મોટો વિનાશ લાવી શકે છે.

English summary
NASA spacecraft first time in the history crashes into asteroid in defense test dart mission successfully. Watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X