For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસાના બે કર્મચારી કોરોનાથી સંક્રમિત, ઘરેથી કામ કરવાના આપ્યા આદેશ

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના બે કર્મચારીમાં કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણની પુષ્ટિ બાદ પોતાના બધા કર્મચારીઓને યથાસંભવ ઘરેથી જ કામ કરવાની સલાહ આપી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના બે કર્મચારીમાં કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણની પુષ્ટિ બાદ પોતાના બધા કર્મચારીઓને યથાસંભવ ઘરેથી જ કામ કરવાની સલાહ આપી છે. નાસાના પ્રમુખ જિમ બ્રિડેનસ્ટાઈને બધા કર્મચારીઓને આગ્રહ કર્યો છે કે તે ઘરેથી કામ કરે જેથી કોરોના વાયરસ ફેલાવાથી રોકી શકાય. નાસા જ નહિ એપ્પલ, માઈક્રોસૉફ્ટ સહિત ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવાના નિર્દેશ આપ્યા છે.

nasa

ગયા અઠવાડિયે નાસાના કેલિફૉર્નિયા સ્થિત આમેસ રિસર્ચ સેન્ટરના એક કર્મચારીને કોવિડ-19 સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ નાસાએ સેન્ટરના બધા કર્મચારીઓને ઘરેથી કામ કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ એજન્સીના અલાબામાં સ્થિત માર્છલ સ્પેસ ફ્લાઈટ સેન્ટરમાં પણ એક કર્મચારીનેઆ વાયરસથી પીડિત જોવામાં આવ્યો છે. પુષ્ટિ સાથે જ બંને કેન્દ્રો પર ભીજા સ્તરનુ ફ્રેમવર્ક લાગુ કરી દેવામાં આવ્યુ છે જેમાં દૂર રહીને ઘરેથી કે કોઈ અન્ય સ્થળેથી કામ કરવાનુ અનિવાર્ય હોય છે તથા કેન્દ્રોમાં પ્રવેશ ખૂબ જ સીમત કરી દેવામાં આવે છે.

આ ઉપરાંત 14 માર્ચથી નાસાના બધા અન્ય કેન્દ્રો પર બીજા સ્તરનુ ફ્રેમવર્ક લાગુ કરી દેવામાં આવ્યુ છે. આનાથી કર્મચારીઓને વધુમાં વધુ ઘરે કે કોઈ અન્ય સ્થળે રહીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નાસાના પ્રશાસક જિમ બ્રાઈડેંસ્ટાઈને જણાવ્યુ કે કર્મચારીઓને તેમના લેપટૉપ, પાવર કોર્ડ, નાસા બેજ તથા ઘરેથી કામ કરવા માટે જરૂરી ઉપકરણ સાથે લઈ જવાની અનુમતિ આપવામાં આવી છે.

નાસાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે કર્મચારીઓને તેમના સુપરવાઈઝરો સાથે દૂરસંચાર માધ્યમોથી નિયમિત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે. સાથે જ મિશન માટે જરૂરી યાત્રાઓને છોડીને અન્ય યાત્રાઓને પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કોઈ કર્મચારીને લાગે છે કે તેમની તબિયત ઠીક ન હોય તો તે સેન્ટર ન આવી શકે.

આ પણ વાચોઃ કોરોનાનો બંગાળમાં પહેલો કેસ, હરિયાણામાં પણ મંદિર-મૉલ બધુ બંધઆ પણ વાચોઃ કોરોનાનો બંગાળમાં પહેલો કેસ, હરિયાણામાં પણ મંદિર-મૉલ બધુ બંધ

English summary
NASA urges space agency employees to work from home amid coronavirus outbreak
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X