For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nepal Plane Crash : નેપાળમાં વિમાન દુર્ઘટના સર્જાઈ, 5 ભારતીય સહિત 72 લોકો હતા સવાર, 13 લોકોના મોત

વિમાન દુર્ઘટનાની મળતી માહિતી મુજબ, ખરાબ હવામાનના કારણે પ્લેન પહાડી સાથે અથડાઇ ગયું હતું. લેન્ડિંગ પહેલા થયેલા અકસ્માત બાદ પ્લેનમાં આગ લાગી હતી.

|
Google Oneindia Gujarati News

Nepal Plane Crash : નેપાળના પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન 72 સીટ ધરાવતું પેસેન્જર વિમાન છે. જેમાં 68 પ્રવાસી અને 4 ક્રુ મેમ્બર સવાર હતા. દુર્ઘટનાને કારણે એરપોર્ટ સેવા બંધ કરવાની ફરજ પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે.

Plane crash nepal

આ વિમાન દુર્ઘટના અંગે માહિતી આપતાં યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું હતું કે, યેતી એરલાઈન્સના વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. આ વિમાન જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયું હતું.

આ વિમાન દુર્ઘટનાની મળતી માહિતી મુજબ, ખરાબ હવામાનના કારણે પ્લેન પહાડી સાથે અથડાઇ ગયું હતું. લેન્ડિંગ પહેલા થયેલા અકસ્માત બાદ પ્લેનમાં આગ લાગી હતી. પોખરા પાસે ક્રેશ થયેલું આ પેસેન્જર પ્લેન ATR-72 યેતી એરલાઈન્સ હોવાનું જાણવા મળ્યું છે. હેલિકોપ્ટર દ્વારા દુર્ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં ખરાબ હવામાનને કારણે પહારી મુસ્તાંગ જિલ્લામાં તારા એરનું એક વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના અંગે માહીતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે પ્લેન ડાબેને બદલે જમણે વળ્યું હતું. જેના કારણે વિમાન પહાડો સાથે અથડાયું અને ક્રેશ થયું હતું.

English summary
Nepal Plane Crash : A plane crash occurred in Nepal, 72 people were on board
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X