For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસમાં શોધાયેલ કોવિડ-19નો નવો વેરિઅંટ IHU ઓમિક્રૉન કરતા વધુ સંક્રમક

કોરોના વાયરસના કેસ રોજે રોજ વધી રહ્યા છે ત્યારે હવે ફ્રાંસના વૈજ્ઞાનિકોએ એક નવા વેરિઅંટની શોધ કરી છે.

|
Google Oneindia Gujarati News

પેરિસઃ દુનિયામાં જ્યારે હાલમાં ઓમિક્રન કોરોના વાયરસથી લોકોમાં હાહાકાર છે. કોરોના વાયરસના કેસ રોજે રોજ વધી રહ્યા છે ત્યારે હવે ફ્રાંસના વૈજ્ઞાનિકોએ એક નવા વેરિઅંટની શોધ કરી છે. પહેલી વાર 10 ડિસેમ્બરના રોજ તેને શોધી કાઢવામાં આવ્યો હતો. જો કે WHOએ તેને હજુ સુધી વેરિઅંટ તરીકે લેબલ કર્યો નથી. માર્સેલીસ નજીક આ નવા વેરિઅંટના ઓછામાં ઓછા 12 કેસ નોંધવામાં આવ્યા છે.

coronavirus

IHU B.1.640.2 નામના આ કોરોના વેરિઅંટની શોધ IHU Mediterranee Infectionમાં શિક્ષણવિદો દ્વારા કરવામાં આવી હતી. શોધકર્તાઓનુ કહેવુ છે કે આમાં 46 મ્યુટેશન થાય છે - જે તેને ઓમિક્રૉનથી પણ વધુ રસી અને ચેપ સામે વધુ પ્રતિરોધક બનાવે છે. વૈજ્ઞાનિકોએ IHU વેરિઅંટને આફ્રિકન દેશ કેમેરુનની મુસાફરી સાથે જોડ્યા છે.

જો કે હજુ પણ દુનિયાના મોટાભાગમાં દેશોમાં ઓમિક્રૉનથી ચિંતાનો માહોલ છે. જો કે IHU વેરિઅંટનુ જોખમ ઝડપથી વધી રહ્યુ છે. જો કે B.1.640.2ને અન્ય દેશોમાં જોવામાં આવ્યો નથી. વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)દ્વારા તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

એપિડેમિયોલૉજિસ્ટ એરિક ફીગલ-ડિંગે ટ્વિટના માધ્યમથી જણાવ્યુ કે નવા વેરિઅંટ સામે આવતા રહે છે પરંતુ તેનો અર્થ એ નહિ કે તે વધુ ખતરનાક હશે. મૂળ વાયરસના સંબંધમાં વેરિઅંટની સંખ્યા વધારવાની વેરિઅંટની ક્ષમતા તેને વધુ ખતરનાક બનાવે છે. જે તેને વેરિઅંટ ઑફ કન્સર્ન બનાવે છે ઓમિક્રૉનની જેમ. આ નવો વેરિઅંટ કઈ શ્રેણીમાં આવશે તે હજુ જોવાનુ બાકી છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી ઓમિક્રૉન વેરિઅંટ મળી આવ્યો ત્યારથી તે અત્યાર સુધીમાં 100 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં લગભગ 1900 લોકો ઓમિક્રૉનથી સંક્રમિત છે.

English summary
New Covid-19 variant IHU is more infectious than Omicron
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X