મંગળ પરથી આપણી પૃથ્વી કંઇક આવી દેખાય છે!

Posted By:
Subscribe to Oneindia News

ન્યૂયોર્ક, 9 ફેબ્રુઆરી: અવકાશમાંથી આપણ ધરતી બ્લૂ રંગની દેખાય છે, જેના કારણે તેને 'બ્લૂ પ્લેનેટ' પણ કહેવામાં આવે છે. પરંતુ હાલના દોરમાં આપણા આકર્ષણનું સર્વાધિક કેન્દ્ર બનેલા મંગળ ગ્રહથી આપણી પૃથ્વી કેવી દેખાય છે તે આજ દીન સુધી આપણને ન્હોતી ખબર પરંતુ હવે ખબર પડી ગઇ છે.

વાસ્તવમાં અમેરિકન અવકાસ એજેન્સી નાસા દ્વારા મંગલ પર અનુસંધાન માટે મોકલેલા રોવર 'ક્યૂરિયોસિટી'એ મંગળની સપાટી પરથી આપણી ધરતીની પહેલી તસવીરો મોકલી છે. તસવીરોમાં ચંદ્રમા પણ પૃથ્વીની નજીક ચમકતો દેખાઇ રહ્યો છે. ક્યૂરિયોસિટી દ્વારા મોકલવામાં આવેલી તસવીરો એવી છે જાણે કે અન્ય ગ્રહોથી આપણી ધરતી જાણે કે સામાન્ય ગ્રહની જેમ દેખાતી હોય.

earth and moon
આ પહેલા નાસાના અવકાશ યાન વોએજર-1 1990માં પૃથ્વીની તસવીરો ખેંચી હતી. આ તસવીરો 'પેલ બ્લ્યૂ ડોટ' નામથી ખૂબ જ પ્રસિદ્ધ થઇ હતી. ક્યૂરિયોસિટી રોવરમાં લાગેલા કેમેરાના ઉપયોગથી પૃથ્વીની આ નવી તસવીર લેવામાં આવી છે.

નાસા દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટ અનુસાર આ તસવીર મંગળગ્રહ પર સૂર્યાસ્ત બાદ લેવામાં આવી છે. નાસાના અધિકારીઓએ કહ્યું કે, 'સામાન્ય દ્રષ્ટિવાળા મનુષ્ય જો મંગળની સપાટી પર ઊભો રહીને પૃથ્વી તરફ જોશે તો તેને પૃથ્વી અને ચંદ્રમા રાતમાં ચમકતા તારાની જેમ બિલકુલ સ્પષ્ટ દેખાશે.'

English summary
New images from NASA's Curiosity Mars rover show Earth shining brighter than any star in the Martian night sky. The rover's view of its original home planet even includes our moon, just below Earth.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.