For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNGA: ભારતનો પલટવાર, કહ્યું- નવા પાકિસ્તાનને સાંભળવા આવ્યા હતા પણ કંઈ ન મળ્યું

UNGA: ભારતનો પલટવાર, કહ્યું- નવા પાકિસ્તાનને સાંભળવા આવ્યા હતા પણ કંઈ ન મળ્યું

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરવામાં આવેલ સંબોધન દરમિયાન લગાવવામાં આવેલ આરોપોનો ભારતે ઝડબાતોડ જવાબ આપ્યો છે. રાઈટ ટૂ રિપ્લાઈના અધિકારનો ઉપયોગ કરતા સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ભારતના દૂત એનમ ગંભીરે મહાસભા સમક્ષ પાકિસ્તાનની સાચી તસવીર રજૂ કરતા પાકિસ્તાને લગાવેલ તમામ આરોપો નકારી દીધા છે. એનમ ગંભીરે કહ્યું કે પાકિસ્તાન ભલે રટતું રહે કે તેમણે આતંકવાદ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ હકિકત તો એ છે કે આજે પણ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ આતંકવાદીઓ ફરી રહ્યા છે અને આતંકવાદીઓ ત્યાં ચૂંટણી પણ લડી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે અને હંમેશા રહેશે

ગંભીરે સખ્તાઈથી કહ્યું કે અમને આજે પણ જૂનું પાકિસ્તાન જ સાંભળવા મળી રહ્યું છે, નવા પાકિસ્તાનનું નામ સાંભળીને લાગ્યું હતું કે લગભગ કંઈક નવી વસ્તુઓ સાંભળવા મળશે પરંતુ આજે પણ પાકિસ્તાન એજ વાતો કરી રહ્યું છે જે પહેલેથી કરતું આવ્યું છે. પાકિસ્તાનની નવી સરકારને અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ હતો, છે અને હંમેશા રહેશે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે

ગંભીરે કહ્યું કે પાકિસ્તાન દ્વારા એમ કહીને નિરાધાર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે નવી દિલ્હી ઈસ્લામાબાદમાં આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. કુરૈશીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 2014માં પેશાવર સ્કૂલ પર થયેલ આતંકવાદી હુમલામાં ભારતનો પણ કથિત રીતે હાથ હતો. પેશાવરની સ્કૂલમાં આતંકી હુમલાની ભારતે નિંદા કરી હતી. ભારતીય સંસદના બંને સદનમાં આ વાતનું દુઃખ જતાવી મૌન રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાની વિદેશ મંત્રાલય પેશાવર હુમલામાં મરેલ બાળકોનું અપમાન કરી રહ્યું છે.

પાકિસ્તાનમાં હાફિઝ સઈદ ખુલ્લેઆમ ફરી રહ્યો છે

ગંભીરે કહ્યું કે પાકિસ્તાન આ સચ્ચાઈને નકારી શકે છે કે તે પોતાને ત્યાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી યાદીમાં સામેલ 132 આતંકવાદીઓ અને 22 આતંકી સંગઠનોને પોતાને ત્યાં સાચવી રહ્યા છે? શું પાકિસ્તાન આ વાતનો ઈનકાર કરશે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નામિત આતંકવાદી હાફિઝ સઈદ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે, નફરત ફેલાવે છે અને ચૂંટણીમાં ઉમેદવાર પણ ઉભા કરે છે?

પીએમ મોદી-ઈમેનુએલ મેક્રોં બન્યા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ', UN એ કર્યા સમ્માનિત પીએમ મોદી-ઈમેનુએલ મેક્રોં બન્યા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ', UN એ કર્યા સમ્માનિત

માનવાધિકાર પર પાકિસ્તાનની પોલંપોલ

એનમ ગંભીરે વધુ કહ્યું કે અમે એ પણ જોયું કે, નવું પાકિસ્તાન માનવાધિકાર વિશે વાત કરે છે પરંતુ આ વાતો પણ ખોખલી જ હોય છે. પ્રિંસટનના અર્થશાસ્ત્રી આતિફ મિયાંના ઉદાહરણથી આ વાતને સમજી શકાય છે. એમને ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલથી માત્ર એટલા માટે હટાવવામાં આવ્યો છે કેમ કે તે લઘુમતીથી સંબંધ ધરાવે છે.
આ પણ વાંચો- 3 મહિનાની દીકરી સાથે ન્યૂઝીલેન્ડ પીએમ પહોંચ્યા યુએન, રચ્યો ઈતિહાસ

English summary
Rejecting Pakistan Foreign Minister Qureshi’s statement against India at United Nations General Assembly, Eenam Gambhir, India's First Secretary in Permanent Mission of India to UN, has said, "New Pakistan cast in the mold of the old"
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X