For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉદીના કાયદાથી ભારતીય નોકરીઓને ફટકો પડવાની શક્યતા

|
Google Oneindia Gujarati News

saudi-arab
સાઉદી અરબ, 29 માર્ચ : સાઉદી અરબના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોમાં દક્ષિણ એશિયાના કામદારો મોટી સંખ્યામાં કામ કરે છે. આ કામદારોમાં ભારતીયોની સંખ્યા વધારે છે. જો કે હવે ભારતીય કામદારોની નોકરીઓ હવે જોખમમાં મૂકાઇ શકે છે. કારણ કે સાઉદી અરબના કાયદામાં ફેરફાર થવાની શક્યતા છે. દેશમાં વધી રહેલી બેરોજગારીને જોતા સાઉદી અરબ હવે કોઇ પણ રોજગાર સ્થળમાં સ્થાનિકોને વધારે મહત્વ આપી તેમને રોજગાર આપાવવામાં આવે તેવા પ્રયાસ કરી રહ્યું છે.

આ અંગે અરેબિયન ગેઝેટ વેબસાઇટના જણાવ્યા અનુસાર "આરબ સ્પ્રિંગમાં વધી રહેલી બેરોજગારીને કાબૂમાં લેવાનો આ પ્રયાસ છે. સાઉદી અરબના સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેશનના જણાવ્યા અનુસાર ગયા વર્ષે બેરોજગારીનો દર 12.2 ટકા હતો. આનો અર્થ એમ થયો કે અંદાજે 5,88,000થી વધારે લોકો બેરોજગાર છે."

સાઉદી અરબમાં 15થી 25 વર્ષના વયજૂથમાં 39 ટકા લોકો બેરોજગાર છે. આ માટે કિંગડમે નિતાકત પ્રોગ્રામ પણ અપનાવ્યો છે. જેમાં બેરોજગારોને તેમની કાબેલિયત પ્રમાણે કામ આપવામાં નિષ્ણાત છે.

આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સાઉદી અરબના કાયદા વધારે કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સાઉદી અરબના વિદેશ મંત્રી અદેલ ફારખેનું કહેવું છે કે "કિંગડમ કોઇને પણ કાયદાનું ઉલ્લંઘન કરવા દેશે નહીં. કારણ કે તેનાથી જાહેરહિત જોખમાય છે. જેણે કાયદાનું પાલન નહીં કર્યું હોય તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

English summary
New Saudi law may hit Indian jobs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X