For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળ ગ્રહ પર કેવી રીતે ખતમ થયું પાણી?

|
Google Oneindia Gujarati News

લંડન, 1 એપ્રિલઃ વિશ્વભરના વૈજ્ઞાનિક જ્યાં મંગળ ગ્રહ પર પાણી હોવાના સંકેત મળતા ઉત્સાહત છે,ત્યાં ઉલ્કાપિંડને લઇને કરવામાં આવેલા અધ્યયનમાં ખુલાસો થયો છેકે મંગળમાંથી પાણી કેવી રીતે ખતમ થયું. અંદાજે 50 અરબ વર્ષ દરમિયાન ભારી માત્રામાં પાણી અંતરિક્ષમાં બાષ્પ બનીને ગાયબ થઇ ગયું, જ્યારે બાકી બચેલું પાણી જમા થઇ ગયું અને આખું જળાશય બરફમાં બદલાઇ ગયું. માનવામાં આવી રહ્યું છે કે, આ બરફ હજુ પણ આ જમીનની નીચે દબાયેલો છે.

mars-water
જાપાનના નગોયા વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા આ અધ્યયનના પ્રમુખ લેખક હિરોયુકી કુરોકાવાએ કહ્યું કે, નવા અધ્યયનથી એ વાતને બળ મળે છેકે મંગળ ગ્રહની ધરતી નીચે મોટી માત્રામાં બરફ છૂપાયેલો છે.

વૈજ્ઞાનિકોનું માનવું છેકે મંગળ ગ્રહ પર ઉપસ્થિત અધિકાંસ પાણી ગાયબ થઇ ગયું, કારણ કે પાણી પોતાની સાથે રાખવા માટે આ ગ્રહ પર જોઇએ એ માત્રામાં ગુરુત્વાકર્ષણ નહોતું. સમયની સાથે મંગળ પરથી પાણી બાષ્પ બનીને અંતરિક્ષમાં ઉડી ગયું. કુરોકાવાએ પોતાના અધ્યયનમાં કહ્યું કે આજે પણ મંગળ ગ્રહમાં ઘણું પાણી છે. આ અધ્યયન જર્નલ અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ લેટર્સમાં પ્રકાશિત કરવામાં આવશે.

English summary
As scientists the world over are excited about the presence of water on Mars, a new research on meteorites reveals how the water vanished from the Martian surface.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X