'મને મારો, મને મારો' બૂમો પાડીને ક્રિસમસ કૉન્સર્ટમાં વ્યક્તિએ કર્યુ ફાયરિંગ, પોલિસે મારી ગોળી
ન્યૂયોર્કઃ ન્યૂયોર્ક(New York)ના એક ચર્ચની બહાર રવિવારે (13 ડિસેમ્બર)ના રોજ કેરોલ-સિંગિંગ(Carol-Singing) જોવા માટે ઘણી ભીડ એકઠી થઈ હતી. જેમાં એક વ્યક્તિ અચાનક ફાયરિંગ કરવા લાગ્યો હતો. પોલિસે સમજદારી સાથે ફાયરિંગ કરનાર એક વ્યક્તિને ગોળી મારી દીધી. ફાયરિંગ કરનાર વ્યક્તિ હાલમાં ગંભીર રીતે ઘાયલ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ ત્યાં અન્ય લોકોને કોઈ પ્રકારની ઈજા થઈ નથી. ન્યૂયોર્ક પોલિસ પ્રવકતાએ કહ્યુ કે આરોપીના ફાયરિંગ કર્યા બાદ પોલિસે વળતી કાર્યવાહી કરી. આરોપી ગંભીર રીતે ઘાયલ છે અને કસ્ટડીમાં છે.
ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર ઘટનાની સાક્ષી માર્થા સ્ટૉલીએ જણાવ્યુ કે પોલિસે વ્યક્તિ પર ગોળી ત્યારે ચલાવી જ્યારે એ વ્યક્તિ આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કરી ચૂક્યો હતો. તેમણે કહ્યુ કે ફાયરિંગ કરનાર વ્યક્તિ કોઈને નિશાન બનાવ્યા વિના ગોળીઓ ચલાવી રહ્યો હતો. તે વ્યક્તિ વારંવાર બૂમો પાડી રહ્યો હતો, 'મને ગોળી મારો, મને મારી નાખો.'
આજે ભૂખ હડતાળ પર રહેશે ખેડૂતો, જિલ્લા મુખ્યાલયો પર કરશે ધરણા