For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

New Zealand: જેસિંદા આરડ્રોન ફરી બન્યા કીવી દેશના પ્રાઈમ મિનિસ્ટર, પાર્ટીને મળી પ્રચંડ જીત

New Zealand: જેસિંદા આરડ્રોન ફરી બન્યા કીવી દેશના પ્રાઈમ મિનિસ્ટર, પાર્ટીને મળી પ્રચંડ જીત

|
Google Oneindia Gujarati News

વેલિંગ્ટનઃ અમેરિકાથી અલગ હાલ કીવી દેશ ન્યૂઝીલેન્ડમાં પણ ચૂંટણીનો માહોલ છે. કોવિડ 19 મહામારી વચ્ચે પ્રાઈમ મિનિસ્ટર જેસિંદા આરડ્રોને ફરી એકવાર સત્તામાં વાપસી કરી લીધી છે. ન્યૂજ એજન્સી રૉયટર્સ મુજબ આરડ્રેનની લેફ્ટ લેબર પાર્ટીને પ્રચંડ જીત હાંસલ થઈ છે. આરડ્રેનને કોરોના વાયરસ મહામારીથી સખ્તાઈથી નિપટવા બદલ કોરોનાને નિયંત્રિત કરવાનો શ્રેય આપવામાં આવે છે. આ કારણે તેઓ વોટર્સ માટે હંમેશા પસંદીત પીએમ હતાં. આરડ્રેન વર્ષ 2018માં ન્યૂઝીલેન્ડની બીજી પ્રાઈમ મિનિસ્ટર બની હતી.

Jasinda Ardron

વિપક્ષની સૌથી મોટી હાર

શનિવારે સવાર સુધી ન્યૂઝીલેન્ડમાં 10 ટકા કુલ વોટોની ગણતરી થઈ ચૂકી હતી. આ ગણતરી બાદ આરડ્રેનની લેફ્ટ લેબર પાર્ટી 49.9 ટકા વોટ સાથે લીડ કરી ચૂકી હતી. જેનો મતલબ એ હતો કે 120 સભ્યો વાળી ન્યૂજીલેન્ડની સંસદમાં ારડ્રોનની પાર્ટી આસાનીથી 64 સીટ જીી ગઈ હતી. વર્ષ 1996માં જ્યારથી ન્યૂજીલેન્ડમાં પ્રપોશનલ વોટિંગ સિસ્ટમની શરૂઆત કરવામા આવી છે અને 24 વર્ષના ઈતિહાસમાં પહેલો અસર છે જ્યારે કોઈ રાજનૈતિક દળને આટલું વિરાટ બહુમત મળી રહ્યું છે. બીજી તરફ વિપક્ષી નેતા જુડિથ કૉલિનની નેશનલ પાર્ટીને બપોરના 3 વાગ્યા સુધીમાં માત્ર 26 ટકા વોટ એટલે કે 34 સીટ જ જીતી શકી હતી. 20 વર્ષમાં આ પાર્ટી પોતાની સૌથી મોટી હાર તરફ વધી રહી છે.

આરડ્રેને કહ્યું- આ કોવિડ ઈલેક્શંસ છે

આરડ્રેને આ ચૂંટણીને કોવિડ ઈલેક્શંસ નામ આપ્યું છે. સાથે જ તેમણે પોતાની સરકારનો પ્રચાર પણ મહામારી ખતમ કરવા અને વાયરસનું ઈમ્યુનિટી ટ્રાન્સમિશન રોકવામાં હાંસલ કરેલી સફળતાઓના આધારે કર્યું છે. ન્યૂઝીલેન્ડની વસ્તી 5 મિલિયન એટલે કે 50 લાખ છે અને કોરોનાને કારણે અહીં 25 લોકોના મોત થયાં છે. કોવિડ ઉપરાંત માર્ચ 2019માં ક્રાઈસ્ટ ચર્ચમાં થયેલ આતંકી હુમલા બાદ જેવી રીતે આર્ડેન એક નેતા તરીકે સામે આવ્યાં હતાં, તેણે પણ તેમની લોકપ્રિયતાને ખાસુંએવું યોગદાન આપ્યું છે. એ હુમલામાં 51 લોકોના મોત થયાં હતાં.

US Election 2020: પોતાના દોસ્ત બિડેન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરશે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાUS Election 2020: પોતાના દોસ્ત બિડેન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરશે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા

English summary
New Zealand: Jasinda Ardron re-elected as Kiwi PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X