For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો જૂઠ બોલી રહ્યુ છે પાકિસ્તાન, બાલાકોટમાં હુમલાવાળી જગ્યાએ મીડિયા પર પ્રતિબંધ

પાકિસ્તાનના બાલાકોટામાં આઈએએફે જૈશ એ મોહમ્મદના જે અડ્ડા પર હુમલો કર્યો હતો ત્યાં આંતરરાષ્ટ્રીય મીડિયાને જવાથી રોકવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના બાલાકોટામાં 26 ફેબ્રુઆરીના રોજ ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) એ જૈશ એ મોહમ્મદના જે અડ્ડા પર હુમલો કર્યો હતો ત્યાં આંતરરાષ્ટ્રીય મીડિયાને જવાથી રોકવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ તરફથી આપવામાં આવી રહેલી માહિતી અનુસાર પાકિસ્તાનના અધિકારીઓએ તેમની એક ટીમને પાકના નોર્થ ઈસ્ટના જાબામાં એ જગ્યાએ જવાથી રોકી દીધા જેને આઈએએફના હુમલામાં નષ્ટ કરવામાં આવ્યુ હતુ. રૉયટર્સનું કહેવુ છે કે આ એક મદરસો છે અને તેની આસપાસ બીજા થોડા બિલ્ડિંગ છે. પાક સરકારની માનીએ તો ભારત તરફથી જે હવાઈ હુમલા થયા હતા તેમાં કોઈ પ્રકારનું કોઈ નુકશાન નહોતુ થયુ. પરંતુ આ રિપોર્ટ તેના આ દાવા પર શંકા ઉત્પન્ન કરે છે.

આતંકી અડ્ડાનો રસ્તો બ્લોક

આતંકી અડ્ડાનો રસ્તો બ્લોક

રૉયટર્સ તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ છેલ્લા નવ દિવસમાં આ ત્રીજી વાર છે જ્યારે તેમની ટીમે આ જગ્યાનો પ્રવાસ કર્યો. દરેક વખતે આ જગ્યા સુધી જવાનો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જ્યાં ગામ લોકોએ આને એક ધાર્મિક સ્કૂલ ગણાવી છે જેને એક સમયે જૈશ તરફથી સંચાલિત કરવામાં આવતી હતી. તો આ તરફ ભારત સરકારે આને આતંકીઓનો અડ્ડો ગણાવ્યો છે. વિદેશ સચિવ વિજય ગોખલેના હવાલાથી રૉયટર્સે લખ્યુ છે કે હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં જૈશના આતંકી, ટ્રેનર્સ અને સીનિયર કમાંડર્સ માર્યા ગયા હતા. આ ઉપરાંત આતંકી અડ્ડાઓ પર જેહાદીઓના એક મોટા ગ્રુપને પણ નિશાન બનાવવામાં આવ્યુ હતુ.

સેનાએ મીડિયાની મુલાકાતને બે વાર ટાળી

સેનાએ મીડિયાની મુલાકાતને બે વાર ટાળી

પાકિસ્તાનના સુરક્ષા અધિકારી આ જગ્યાની સુરક્ષામાં લાગ્યા રહે છે. સુરક્ષા કારણોનો હવાલો આપીને તે આ જગ્યા પર કોઈને જવા દેતા નથી. રાજધાની ઈસ્લામાબાદમાં મિલિટરીની મીડિયા વિંગે બે વાર એ જગ્યાએ મીડિયાનો પ્રવાસ હવામાન અને બીજા કારણોનો હવાલો આપીને કેન્સલ કરી દીધો છે. આ ઉપરાંત એક અધિકારીની માનીએ તો આગલા અમુક દિવસો સુધી સુરક્ષા કારણોસર આ જગ્યાએ જવુ શક્ય નહિ બને.

100 મીટરના અંતરથી દેખાય છે મદરસો

100 મીટરના અંતરથી દેખાય છે મદરસો

રૉયટર્સના રિપોર્ટ અનુસાર તેની ટીમને 100 મીટર દૂરથી મદરસો દેખાય છે. બિલ્ડીંગ આસપાસ ભારે માત્રામાં વૃક્ષો છે અને કહેવામાં આવી રહ્યુ હતુ કે માત્ર વૃક્ષોને નુકશાન થયુ છે. કોઈ પણ પ્રકારની જાનમાલનું નુકશાન થયુ નથી. પરંતુ અહીં પહોંચવુ બહુ મુશ્કેલ બની ગયુ છે.

ગામલોકોએ કહ્યુ હવે મદરસો નથી ચાલતો

ગામલોકોએ કહ્યુ હવે મદરસો નથી ચાલતો

બુધવારે રૉયટર્સ તરફથી હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ ફોટા જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યુ હતુ તે એવુ લાગે છે મદરસો ત્યાં જ છે અને એપ્રિલ 2018વાળી આની જૂની સ્થિતિમાં કોઈ પરિવર્તન થયુ નથી. વળી ગામના એક વ્યક્તિએ એજન્સીને જણાવ્યુ કે અહીં એક મદરસો હતો પરંતુ હવે આ સક્રિય નથી. આ ગામવાળાએ પહાડીઓથી ઘેરાયેલા જાબામાં સ્થિત એક સફેદ બિલ્ડિંગ તરફ ઈશારો કર્યો હતો.

આ પણ વાંચોઃ ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી લડશે ચૂંટણી પીએમ મોદીઆ પણ વાંચોઃ ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી લડશે ચૂંટણી પીએમ મોદી

English summary
No access to Pakistan religious school that was bombed by Indian air Force in Balakot, Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X