
લગ્ન, બાળકો સહિત આ 4 વસ્તુઓનો ત્યાગ કરી રહી છે આ દેશની મહિલાઓ, જાણો કારણ
દુનિયાના અમુક દેશ એવા છે જ્યાં લગ્નની ઈચ્છા ન રાખતી મહિલાઓની સંખ્યા વધી રહી છે. દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાં આ કારણથી આર્થિક સંકટ પેદા થવાનુ જોખમ પણ વધી ગયુ છે. અહીં મહિલાઓનો અમુક સમૂહ એવો છે જે લગ્ન સહિત ચાર એવી વસ્તુઓથી દૂર રહેવા માટે કેમ્પેઈન ચલાવી રહ્યા છે. આ ચાર વસ્તુઓમા લગ્ન, સેક્સ, બાળકો અને ડેટિંગ શામેલ છે. આના માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. તેને 'હેશટેગ નો મેરેજ વિમેન' નામ આપવામાં આવ્યુ છે.
શું થઈ રહ્યુ છે નુકશાન?
મહિલાઓના લગ્ન ન કરવાથી આ દેશોને ઘણુ નુકશાન સહન કરવુ પડી રહ્યુ છે. આના કારણે અહીં ઘણા મેરેજ હૉલ પણ બંધ થઈ ચૂક્યા છે. સરકાર યુવાનોને લગ્ન માટે પ્રોત્સાહિત કરી રહી છે અને પૈસા પણ આપી રહી છે. અહીં મહિલાઓ લગ્નને જરૂરી નથી સમજતી.
કેટલા ટકા ઘટ્યો આંકડો?
રિપોર્ટ્સ અનુસાર દક્ષિણ કોરિયામાં પહેલા 47% મહિલાઓ જ માનતી હતી કે લગ્ન જરૂરી છે. હવે ગયા વર્ષે આ આંકડો 22.4% પર આવી ગયો છે. સરકાર અહીં લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન યોજનાઓ ચલાવી રહી છે.
શાળાઓ પણ થઈ રહી છે બંધ
પહેલા મેરેજ હૉલ અને હવે શાળાઓ પણ બંધ થઈ રહી છે. ઘટતી જનસંખ્યાથી અહીં શ્રમશક્તિ ઘટી રહી છે અને શાળાઓમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાજધાની સિયોલમાં જ 20% થી વધુ મેરેજ હૉલ બંધ થઈ ચૂક્યા છે. શાળાઓ બંધ હોવાનુ કારણ છે બાળકોના ઘટતી સંખ્યા.
શું કહે છે મહિલાઓ?
સિયોલની મોટાભાગની મહિલાઓનુ કહેવુ છે કે તે પોતાની ખુશી જાતે નક્કી કરવા ઈચ્છે છે અને પુરુષો સાથે સંબંધ બનાવવામાં તેમને કોઈ રસ નથી. કઠોર પિતૃસત્તાત્મક માનદંડોના ફગાવનારી મહિલાઓની સંખ્યા અહીં વધી રહી છે.
જાપાનના પણ આ જ હાલ
કંઈક આવી જ સ્થિતિ જાપાનની પણ છે. અહીં વૃદ્ધોની વસ્તી ઝડપથી વધી રહી છે જ્યારે યુવાનોની સંખ્યા ઓછી છે. જેની સીધી અસર સમાજ અને અર્થવ્યવસ્થા બંને પર પડી રહી છે. અહીં યુવાનોની વસ્તીને પણ લગ્ન પ્રત્યે રસ ઘટી રહ્યો છે જેના કારણે બાળકોની વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે. આના કારણે પરિણીત મહિલાઓ પર બીજુ બાળક પેદા કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. જેથી યુવાનોની સંખ્યામાં વધારો થઈ શકે અને દેશનો જન્મદર વધે.
આ પણ વાંચોઃ ઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત