For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈઝરાયલે કોરોના વાયરસ સામે જીતી જંગ! માસ્ક પહેરવાથી લોકોને મળી આઝાદી, સ્કૂલો-કૉલેજો પણ ખુલી

ઈઝરાયલે ઘરની બહાર માસ્ક પહેરવાનો નિયમ ખતમ કરવાનુ એલાન કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

જેરુસલેમઃ કોરોના વાયરસની નવી લહેરથી આખી દુનિયા પરેશાન છે. ભારત, ઈટલી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં રોજ લાખો લોકો સંક્રમણનો શિકાર બની રહ્યા છે અને હજારો લોકોના રોજ મોત થઈ રહ્યા છે એવા સમયમાં ઈઝરાયલે ઘરની બહાર માસ્ક પહેરવાનો નિયમ ખતમ કરવાનુ એલાન કરી દીધુ છે. ઈઝારાયેલે દોવા કર્યો છે કે તેણે કોરોના વાયરસ સામે જંગ જીતી લીધી છે અને હવે ઘરની બહાર નીકળનારા લોકો માટે માસ્ક પહેરવુ કોઈ જરૂરી નથી. વળી, ઈઝરાયેલમાં હવે સ્કૂલો સંપૂર્ણપણે ખુલી ચૂકી છે અને ઈઝારયેલમાં લોકોએ સામાન્ય જીવન જીવવાનુ શરૂ કરી દીધુ છે.

માસ્ક પહેરવામાંથી મુક્તિ

માસ્ક પહેરવામાંથી મુક્તિ

આખી દુનિયામાં હાલમાં કોરોના વાયરસની લહેર મોટી સંખ્યામાં લોકોના જીવ લઈ રહી છે. એવા સમયમાં ઈઝરાયેલે કહ્યુ છે કે વેક્સીનેશનના કારણે તેણે કોરોના વાયરસને મ્હાત આપવામાં સફળતા મેળવી લીધી છે. આમ જોવા જઈએ તો ઈઝરાયેલની આ જીત માનવીમાં આશા જગાડે છે કે, ખાસ કરીને ભારત જેવા દેશોમાં જ્યાં હાલમાં કોરોનાની સ્થિતિ ઘણી ખતરનાક છે અને લાખો કેસ રોજ સામે આવી રહ્યા છે. ન્યૂયૉર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ઈઝારાયેલમાં લગભગ 56 ટકાથી વધુ વસ્તીને સંપૂર્ણપણે વેક્સીનનો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

લોકોમાં ખુશી

લોકોમાં ખુશી

માસ્ક પહેરવાનો પ્રતિબંધ ખતમ થયા બાદ એલી બ્લીચ નામની મહિલા જણાવે છે કે 'છેવટે હું માસ્ક પહેર્યા વિના ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકુ છુ.' ઈઝરાયેલમાં હાલમાં ગરમી છે અને દિવસના સમયમાં ખૂબ જ તડકો હોય છે અને હવે માસ્ક વિના લોકો રસ્તા પર દેખાવા લાગ્યા છે. પરંતુ હજુ પણ હજારો લોકો એવા છે જે માસ્ક હટાવવાથી ડરે છે. ઘણા ઈઝરાયેલી લોકોનુ કહેવુ છે કે તેમણે છેલ્લા અમુક સમયથી જે સ્થિતિ જોઈ છે તે બાદ તેમને માસ્ક હટાવવાથી ડર લાગે છે. વળી, અમુક લોકોનુ કહેવુ છે કે તેમને માસ્ક પહેરવાની આદત પડી ગઈ છે અને આ આદત છૂટવામાં અને ડર ખતમ થવામાં હજુ તેમને સમય લાગશે.

હજુ પણ છે ડર

હજુ પણ છે ડર

59 વર્ષની ઈલેના ડેનિયો જણાવે છે કે, 'મને નથી લાગતુ કે હજુ પણ આ વાયરસને આપણે મ્હાત આપી દીધી છે અને મને નથી લાગતુ કે આ મહામારી હજુ ખતમ થઈ ગઈ છે.' ઈલેના ડેનિયો હજુ પણ એક ખાલી રસ્તા પર માસ્ક પહેરીને ચાલી રહી હતી. ઈકોનૉમિક ટાઈમ્સના જણાવ્યા મુજબ તે પૂછવા પર જણાવે છે કે, 'કોરોના મહામારી હજુ પણ આખી દુનિયામાં ફેલાયેલી છે અને મને હજુ માસ્કમાં જ સારુ લાગી રહ્યુ છે.'

100થી ઓછા કેસ પ્રતિદિન

100થી ઓછા કેસ પ્રતિદિન

ઈઝરાયેલના આરોગ્ય મંત્રી એડલસ્ટેને લોકોને હજુ પણ માસ્ક પોતાની સાથે રાખવા માટે કહ્યુ છે. તેમણે કહ્યુ છે કે ખુલ્લા વિસ્તારોમાં હવે લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી પરંતુ બંધ વિસ્તારોમાં હજુ પણ લોકોએ માસ્ક પહેરવુ જોઈએ. ઈઝરાયેલમાં હવે કોરોના વાયરસના ઘણા ઓછા કેસ સામે આવી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરી સુધી પ્રતિદિન ઈઝરાયેલમાં 10 હજારથી વધુ કોરોના વાયરસના કેસ રિપોર્ટ કરવામાં આવી રહ્યા હતા જ્યારે હવે ઈઝરાયેલમાં 100થી ઓછા કેસ રોજ આવી રહ્યા છે. વળી, ઈઝરાયેલ રે વીઝમેન યુનિવર્સિટીના પ્રોફેસર એરેન સીગલે ગયા સપ્તાહે ટ્વિટર પર કહ્યુ છે કે, '85 ટકાથી વધુ 16 વર્ષની ઉપરના ઈઝરાયેલી અથવા તો કોરોના વાયરસથી સંક્રમિત થઈને રિકવર થઈ ચૂક્યા છે અથવા તેમણે વેક્સીન લઈ લીધી છે.'

'ગ્રીન પાસની વ્યવસ્થા'

'ગ્રીન પાસની વ્યવસ્થા'

ઈઝરાયેલમાં હાલમાં ઈનડોર કાર્યક્રમમાં બેસવા કે પછી કોઈ હોટલ કે રેસ્ટોરાંમાં જવા માટે ગ્રીન પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રીન પાસ એ લોકોને આપવામાં આવે છે જેમણે વેક્સીન લઈ લીધી છે અથવા પછી જે કોરોના વાયરસથી સંક્રમિત થઈને હવે સંપૂર્ણપણે રિકવર થઈ ચૂક્યા છે. જો કે, ઈઝરાયેલ સરકાર માટે ચિંતાની વાત એ છે ત્યાં ગયા સપ્તાહે કોરોના વાયરસનો ડબલ મ્યુટન્ટ ઈંડિયન વેરિઅંટ મળ્યો છે. ગયા સપ્તાહે સાત એવા દર્દી મળ્યા છે જેમની અંદર કોરોના વાયરસનો ઈંડિયન વેરિઅંટ મળ્યો છે. આ વેરિઅંટ ઘણો ખતરનાક માનવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં મળેલા મોટાભાગના કોરોના દર્દીઓમાં ઈંડિયન વેરિઅંટ મળ્યો છે જે બે વાર મ્યુટન્ટ કરી ચૂક્યો છે. માટે ઈઝરાયલેમાં આરોગ્ય વિભાગ સતર્ક છે.

રાજનીતિ બંધ કરો, PM મોદી દિવસમાં 18-19 કલાક કરી રહ્યા છે કામરાજનીતિ બંધ કરો, PM મોદી દિવસમાં 18-19 કલાક કરી રહ્યા છે કામ

English summary
No mask rule in israel now, Coronavirus cases has reduced significantly here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X