For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વેક્સીનના બે ડોઝ લઈ લીધા હોય તેવા લોકોને હાલ બૂસ્ટર ડોઝની જરૂર નથી'

જે લોકો કોરોના વાયરસ વેક્સીનનો બંનેનો ડોઝ લઈ ચૂક્યા છે તેમણે અત્યારે બૂસ્ટર ડોઝની જરૂર નથી.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ કોરોના વાયરસ સામે વધુ પ્રભાવી એંટીબૉડી આપવાની વાત કહીને જ્યાં વેક્સીન નિર્માતા કંપની ફાઈઝરે ત્રીજા ડોઝની અનુમતિ માંગી છે ત્યાં અમેરિકાની બે મોટી ફેડરલ એજન્સીઓએ કહ્યુ છે કે હાલમાં તેની જરૂર નથી. સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી) અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(એસડીએ) એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે અમેરિકામાં જે લોકો કોરોના વાયરસ વેક્સીનનો બંનેનો ડોઝ લઈ ચૂક્યા છે તેમણે અત્યારે બૂસ્ટર ડોઝની જરૂર નથી. આ સાથે જ બંને એજન્સીઓએ પોતાના નિવેદનમાં એ પણ કહ્યુ કે બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય એકલી વેક્સીન નિર્માતા કંપની ના કરી શકે.

corona

તમને જણાવી દઈએ કે દવા નિર્માતા કંપની ફાઈઝર અને તેની પાર્ટનર બાયોએનટેકે ગુરુવારે કહ્યુ કે કોરોના વાયરસના અલગ-અલગ વેરિઅંટ સામે વધુ પ્રભાવી એંટીબૉડી આપવા માટે તે એક ત્રીજો ડોઝ તૈયાર કરવાના પ્રયાસમાં લાગ્યા છે. કંપનીએ કહ્યુ, 'અમુક એવા પુરાવા સામે આવ્યા છે જેમાં વેક્સીન લીધા બાદ બનેલી એંટીબૉડી નબળી પડી રહી છે. વેક્સીનનો અમારો બૂસ્ટર ડોઝ કોરોના વાયરસ સામે કેટલી અસરદાર હશે એ વિશે હજુ વધુ આંકડા જાહેર કર્યા બાદ અમે ઓગસ્ટમાં ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશનથી આ ત્રીજા ડોઝના ઉપયોગની મંજૂરી માંગશે.'

6 મહિના બાદ વેક્સીનની અસરમાં ઘટાડો

સીએનએનના સમાચાર મુજબ ફાઈઝરે પોતાના નિવેદનમાં કહ્યુ, 'હાલમાં જ ઈઝારાયેલના આરોગ્ય મંત્રાલયે જે આંકડા જાહેર કર્યા તેમાં એ વાત સામે આવી કે વેક્સીનનો બંને ડોઝ લીધાના 6 મહિના બાદ કોરોનાનુ સંક્રમણ અને હળવા લક્ષણવાળી બિમારી રોકવામાં રસીની અસરમાં ઘટાડો આવ્યો છે. જો કે ગંભીર બિમારીઓથી બચાવવામાં રસી હજુ પણ અસરદાર છે. એવામાં અમને વિશ્વાસ છે કે વેક્સીનનો બંને ડોઝ લીધા બાદ 6થી 12 મહિનાની અંદર જો બૂસ્ટર ડોઝ લઈ લેવામાં આવે તો, કોરોનાથી સુરક્ષાનુ સ્તર અનેક ગણુ વધી જશે.'

English summary
No need a booster shot for Americans who have been fully vaccinated - CDC and FDA.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X