For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે એમેઝોને પણ કર્મચારીઓની છટણી શરૂ કરી, જાણો શું છે કારણ?

દુનિયાભરમાં લોકો રોજગારીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે વધુ એક આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, હવે અગ્રણી ઓનલાઈન કંપની એમેઝોને પણ કર્મચારીઓને છુટા કરવાનું શરૂ કર્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં લોકો રોજગારીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે વધુ એક આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, હવે અગ્રણી ઓનલાઈન કંપની એમેઝોને પણ કર્મચારીઓને છુટા કરવાનું શરૂ કર્યુ છે. કર્મચારીઓને છુટા કરવા ઉપરાંત હાલ તમામ પ્રકારની નવી ભરતી પર પણ રોક લગાવાઈ છે.

amazon

હાલમાં જ ફેસબૂક અને ટ્વિટર જેવી અગ્રણી કંપનીઓ કર્મચારીઓને છુટા કરી રહી છે ત્યારે હવે એમેઝોનના આ પગલાએ કર્મચારીઓને ટેન્શનમાં મુક્યા છે. એમેઝોન તરફથી કર્મચારીઓેને છુટ્ટા કરવા પાછળ આર્થિક સ્થિતીને જવાબદાર ગણાવાઈ છે.

ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને આર્થિક મંદી વચ્ચે તેની બિન લાભકારી પહેલને ઘટાડવાનું શરૂ કર્યું છે. ટોચના એક્ઝિક્યુટિવ દ્વારા મોકલવામાં આવેલા આંતરિક મેમો અનુસાર, કંપનીએ ગયા અઠવાડિયે જ ભરતી ફ્રીઝની જાહેરાત કરી હતી. આ પછી અટકળો શરૂ થઈ હતી કે, કંપની પોતાના કર્મચારીઓની સંખ્યા ઘટાડી શકે છે.

એમેઝોનમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા જેમી ઝાંગે સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે તેમને છુટા કરી દેવાયા છે. આ સિવાય એક પૂર્વ કર્મચારીએ પણ કહુ છે કે સમગ્ર રોબોટિક્સ ટીમને પિંક ચિટ આપવામાં આવી છે. આંકડા અનુસાર, કંપનીના રોબોટિક્સ વિભાગમાં ઓછામાં ઓછા 3,766 લોકો કામ કરે છે. આમાંથી કેટલા લોકોને છુટા કરાયા તેની પુષ્ટી થઈ નથી.

English summary
Now Amazon also started laying off employees, know what is the reason?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X