ઓબામાએ ભારતીયોને પાઠવી દિવાળીની શુભેચ્છા
વોશિંગ્ટન, 2 નવેમ્બર: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીયોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. ઓબામાએ અમેરિકામાં વસતા ભારતીયોને શુભેચ્છા સંદેશમાં જણાવ્યું કે દેશ વિભિન્ન વિચારધારાઓ અને પરંપરાઓમાં સમેટાયેલો છે અને ઘણી વિવિધતાઓ છતા બંને દેશોના સંબંધ હમેશાની જેમ મજબૂત બનેલા છે.
ઓબામાએ જણાવ્યું કે મને એ વાતનો પણ ગર્વ છે કે આ વર્ષે કેપિટલ હિલમાં પહેલીવાર આયોજિત દિવાળી સમારંભમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન કોંગ્રેસ એક સાથે હશે. અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર મંગળવારે અત્રે દરેક વર્ષની જેમ દિવાળી સમારંભનું આયોજન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2003માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે વોશિંગ્ટનમાં દિવાળી સમારંભના આયોજનની શરૂઆત કરી હતી અને ઓબામાએ પણ આ પરંપરાને કાયમી બનાવી રાખી છે.
કોંગ્રેસમાં દિવાળી અને ભારત તથા અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધની ઉજવણી કરવા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, ત્યારપછીથી સાંસદ કેપિટલ હિલમાં આ ત્યોહારને મનાવવા માટે સાથે આવ્યા.

ઓબામાએ ભારતીયોને પાઠવી દિવાળીની શુભેચ્છા!
ઓબામાએ પોતાના સંદેશમાં જણાવ્યું કે 'આ સપ્તાહના અંતે દિવાળી મનાવી રહેલા હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધો માટે આ પ્રકાશ પર્વ એ વસ્તુઓ પર ભાર મૂકે છે જે જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે.'

ઓબામાએ ભારતીયોને પાઠવી દિવાળીની શુભેચ્છા!
'નૃત્ય, જશ્ન અને સારુ ભોજન આપણને યાદ અપાવે છે કે જીંદગીનો સૌથી મોટો આનંદ એ સાધારણ ખુશીઓ છે જે આપણને તેમની સાથે સમય વિતાવતા મળે છે, જેમને આપણે પ્રેમ કરીએ છીએ.'

ઓબામાએ ભારતીયોને પાઠવી દિવાળીની શુભેચ્છા!
'ચિંતન અને પ્રાર્થના આપણને યાદ અપાવે છે કે બીજાઓની સેવા કરવી બધા ધર્મો અને પંથોના લોકોનું કર્તવ્ય છે. દીવાની જ્યોત આપણને યાદ અપાવે છે કે અંધારા પર આખરે પ્રકાશની જ જીત થાય છે.'

ઓબામાએ ભારતીયોને પાઠવી દિવાળીની શુભેચ્છા!
ઓબામાએ વધુમાં જણાવ્યું કે 'અમેરિકામાં દિવાળી આપણને એ વાતની યાદ અપાવે છે કે આપણો દેશ ઘણા ધર્મો અને પરંપરાઓનો દેશ છે. અને આપણી વિવિધતા આપણને મજબૂત બનાવે છે.'