For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યૂબામાં ઓઈલના ટેન્કરમાં લાગી ભીષણ આગ, 80 લોકો ઘાયલ

ક્યૂબામાં ઓઈલના ટેન્કરમાં લાગી ભીષણ આગ, 80 લોકો ઘાયલ

|
Google Oneindia Gujarati News

ક્યૂબાના મતાજાંસ શહેરમાં આવેલ ઓઈલની વખારમાં વીજળી પડવાથી 80 લોકો ઘાયલ થયા છે જ્યારે 17 લોકો લાપતા છે. આગ એટલી વિકરાટ હતી કે અગ્નિશામક અધિકારીઓ માટે તેના પર કાબૂ મેળવવો પડકાર સાબિત થઈ રહ્યો છે. ઉર્જા અને ખનન મંત્રીએ જણાવ્યું કે ફાયર ફાઈટર્સ આગ ઓલવવાની કોશિશ કરી રહ્યા છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મામલે અમે આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સ પાસેથી મદદ માંગી છે, અમે આ ક્ષેત્રે અનુભવ હોય તેવા મિત્ર દેશો પાસેથી પણ મદદ માંગી છે. સ્થાનિક મીડિયા મુજબ ઓઈલના ટેન્કર પર વીજળી પડી હતી, જે બાદ અહીં આગ લાગી ગઈ અને ક્ષણભરમાં તેજીથી આગ ફેલાઈ ગઈ.

cuba

આગ ઓલવવા માટે સેનાના હેલીકોપ્ટરને પણ અહીં બોલાવવામાં આવ્યા છે જેની મદદથી ટેન્ક પર પાણી નાખવામાં આવ્યું છે. આગ એટલી વિકરાટ હતી કે આકાશમાં કાળો ધૂમાડો દૂર દૂરથી દેખાઈ રહ્યો છે. હવાનાથી 100 કિમી દૂર સુધી આગ જોવા મળી રહી છે. આગ ઓલવવા માટે મોટા સ્તરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગ્નિશામકના કર્મચારીઓ આગને આગળ વધતી રોકવા માટે સંભવ તમામ કોશિશ કરી રહ્યા છે. પ્રાંતીય સરકાર તરફથી ફેસબુક પેજ પર આ વિશે જાણકારી આપતા જણાવવામાં આવ્યું છે કે 77 લોકો આ આગમાં ઘાયલ થઈ ગયા છે જ્યારે 17 લોકો હજી પણ લાપતા છે. પ્રેસિડેંસી ઑફ રિપબ્લિકનું કહેવું છે કે 17 ફાયર ફાઈટર્સ આ આગને ઓલવવાની કોશિશ કરી રહ્યા છે.

આગમાં ઘાયલ થયેલા 7 લોકોને કૈલિક્સ્ટો ગાર્સિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલાત હજી ઠીક નથી, પરંતુ કેટલું ઓઈલ બરબાદ થઈ ગયું તે વિશે હજી સ્પષ્ટતા નથી મળી. આ પ્લાન્ટમાં 8 મોટા ઓઈલ પ્લાન્ટ છે, જેનો ઉપયોગ અહીં ઈલેક્ટ્રિસિટી જનરેટર્સ ચલાવવા માટે થતો હતો. આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ઘર ખાલી કરાવી દેવામાં આવ્યા છે. કેટલીય એમ્બ્યુલન્સ, પોલીસ અને અગ્નિશામકની ગાડીઓ ઘટના સ્થળે છે. ક્યૂબાના પ્રેસિડેન્ટ મિગેલ ડિયાજ કૈનલ શનિવારે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

English summary
Oil tanker caught fire in Cuba, 80 people injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X