અમેરિકામાં એકવાર ફરી ટોરનેડોનો કહેર, 5ના મોત
ઓકલાહોમા સીટી, 1 જૂન : અમેરિકામાં બે અઠવાડિયાથી પણ ઓછા સમયના અંતરાલમાં ઘાતક ટોરનેડો તોફાને એકવાર ફરી કહેર વર્તાવ્યો છે. ઓકલાહોમા રાજમાર્ગની ચોકી-દળનું કહેવું છે કે આમાં પાંચ લોકોના મોત થઇ ગયા છે.
ઓકલાહોમા સીટીમાં ટોરનેડોનો પ્રવેશ ગઇકાલે થયો અને એનાથી એક મહત્વપૂર્ણ રાજમાર્ગ પર મોટી સંખ્યામાં ગાડીઓને નુકસાન થયું. રાજમાર્ગ પરના ચોકીદળે જણાવ્યું કે ટોરનેડોના કારણે અનેક બાઇક સવાર ઘાયલ થઇ ગયા જ્યારે કેટલાંક તો હજી પણ ગૂમ છે.

ઉલ્લેખનીય છે કે મૂર ઉપનગરીય વિસ્તારમાં ઝડપી પવનો ભવિષ્ચવાણી કરવામાં આવી છે, જ્યાં 20 મેના રોજ આવેલો ટોરનેડોમાં 24 લોકોના મોત થઇ ગયા હતા.












Click it and Unblock the Notifications
