For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ આફ્રિકાના 9માંથી 5 રાજ્યોમાં ફેલાયો ઓમિક્રોન, કોરોનાથી સાજા થયેલાઓને ફરી સંક્રમિત થવાનું જોખમ

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન વિશે દક્ષિણ આફ્રિકાનો એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. South African Centre for Epidemiological Modelling and Analysis (SACEMA) અને National Institute of Communicable Diseases (NICD) દ્વ

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન વિશે દક્ષિણ આફ્રિકાનો એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. South African Centre for Epidemiological Modelling and Analysis (SACEMA) અને National Institute of Communicable Diseases (NICD) દ્વારા અમુક સેમ્પલ ભેગા કરીને તેના એનાલિસિસના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.દક્ષિણ આફ્રિકાએ નવેમ્બરના અંતથી જ આ વાયરસ વિશે દુનિયાને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ નવા એલર્ટ વિશે સમગ્ર દુનિયામાં ચિંતાનો માહોલ છે. ભારતમાં પણ એમિક્રોનના બે કેસ મળ્યા છે. આ બંને કેસ કર્ણાટકમાં મળ્યા છે અને તેમાંથી એક દર્દી તો યુએઈ પણ જતો રહ્યો છે. હવે દક્ષિણ આફ્રિકાના પ્રાથમિક ડેટાના આધારે એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં એમિક્રોન વિશે ઘણાં ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટને મેડિકલ પ્રી પ્રિન્ટ સર્વર પર અપલોડ કરવામાં આવ્યો છે. જોકે હજી આ રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી નથી.

Omicron

દક્ષિણ આફ્રિકામાં 5 રાજ્યોમાં ફેલાયો છે ઓમિક્રોન

અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાના 9માંથી 5 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયેલા છે. જોકે વાયરસનો આ વેરિયન્ટ સંપૂર્ણ દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલો હોવાની શક્યતા છે. દક્ષિણ આફ્રિકાના નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા અને બીટાની સરખામણીએ ત્રણ ગણો વધારે રિન્ફેક્શન ફેલાવે છે. એટલેકે જે લોકો કોવિડ-19થી પહેલાં જ સંક્રમિત થઈ ચૂક્યા છે તેઓ પણ ફરી રિઈન્ફેક્ટેડ થવાની શક્યતા છે.

રિપોર્ટમાં 27 નવેમ્બર સુધી કોવિડ પોઝિટિવ થયેલા 28 લાખ લોકોમાં 35,670 લોકો ફરી સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. કોવિડથી સંક્રમિત થયાના 90 દિવસોમાં જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવે તો તેને રિઈન્ફેક્શન માનવામાં આવે છે. ઘણાં વૈજ્ઞાનિકો પહેલાં જ કહી ચૂક્યા છે કે, ઓમિક્રોન વેરિયન્ટથી સ્પાઈક પ્રોટીનમાં વધારે મ્યૂટેશન છે જેના કારણે તે વધારે સંક્રમિત થઈ રહ્યો છે.

વેક્સિનથી બચાવ થાય છે પંરતું સંપૂર્ણ રીતે નહીં

દક્ષિણ આફ્રિકાથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધારે જોખમી સાબીત થઈ રહ્યો છે અને તેના પર વેક્સિનની અસર સંપૂર્ણ રીતે નથી થતી. જોકે વેક્સિન હાલ પણ ગંભીર બીમારી સામે સુરક્ષા આપે છે ખરો.આ વિશે કોઈ ખાસ ખુલાસો થઈ શક્યો નથી કારણકે દક્ષિણ આફ્રિકા દર સપ્તાહે ભેગા કરવામાં આવેલા અમુક સેમ્પલના નાના હિસ્સા પર જ જીનોમ સીક્વેન્સિંગ કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી ઓમિક્રોન કેસોની કુલ સંખ્યા વિશે પણ કોઈ આંકડો સામે આવ્યો નથી. જોકે દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં કેટલાક સમયથી કોરોના કેસના બમણાં કેસ સામે આવી રહ્યા છે. અહીં રોજના આઠથી સાડા આઠ હજાર કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે.

કેટલો ગંભીર છે ઓમિક્રોન?

દક્ષિણ આફ્રિકાના ડોક્ટરે પહેલાં કહ્યું હતું કે, તેમને ઓમિક્રોન મામલે સામાન્ય બીમારીના લક્ષણો મળ્યા છે. પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે, હાલ કહેવું મુશ્કેલ છે કે, ઓમિક્રોન આગામી સમયમાં કેવી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ઓમિક્રોનના લક્ષણ ખૂબ સામાન્ય છે કારણકે મોટા ભાગના કેસમાં નાની ઉંમરના લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ હવે મોટી ઉંમરના લોકો પણ આ વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે.

KRISP જીનોમિક્સ ઈન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ રિચર્ડ લેસેલ્સે કહ્યું છે કે, આ વેરિયન્ટ કેટલો ગંભીર છે તે વિશે અત્યારથી કહેવું મુશ્કેલ છે. કારણકે એવા ઘણાં લોકો છે જેમણે વેક્સિન લઈ લીધી છે. તેના કારણે એ લોકોની ઈમ્યુનિટી સારી થઈ ગઈ છે. અને તેના જ કારણે એ અંદાજ મેળવવો મુશ્કેલ છે કે, આ વેરિયન્ટ કેટલો ગંભીર સાબીત થઈ શકે છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્ય સ્વામીનાથને કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટથી ભારતમાં સૌથી વધુ મોત થયા હતા. હજુ તે અંગેની જાણકારી સામે નથી આવી કે ઓમિક્રોન, ડેલ્ટા વેરિયન્ટથી કેટલો ખતરનાક છે અને કેટલી ઝડપથી ફેલાય શકે છે. દક્ષિણ આફ્રિકામાં જે લોકો આ નવા વેરિયન્ટથી સંક્રમિત થયા છે, તેમાંથી મોટા ભાગના લોકોએ વેક્સિન લીધી હતી.

English summary
Omicrone Spread In South Africa's 5 States
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X