For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીરિયામાં અમે રશિયાના 200 સૈનિકો મારી નાખ્યા: યુએસ

અમેરિકી ખુફિયા એજેન્સી સીઆઈએ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજેન્સી) ડાયરેક્ટર માઈક પોપિયો ઘ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તેને કારણે અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ વધી શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અમેરિકી ખુફિયા એજેન્સી સીઆઈએ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજેન્સી) ડાયરેક્ટર માઈક પોપિયો ઘ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તેને કારણે અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ વધી શકે છે. સીઆઈએ ડાયરેક્ટર ઘ્વારા ગુરુવારે એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સીરિયામાં અમેરિકાએ ઘણા રુસી સૈનિકોને મારી નાખ્યા છે. ગયા મહિને ફેબ્રુઆરી થી અત્યાર સુધીમાં 200 કરતા પણ વધારે રશિયન સૈનિકોને અમેરિકા મારી નાખ્યા છે. સીરિયામાં અસદ સરકારનું સમર્થન કરી રહેલું રશિયા અને અમેરિકા વચ્ચે ઘર્ષણ ચાલુ છે. સીરિયામાં ગયા અઠવાડિયે થયેલા કેમિકલ એટેક અને ત્યારપછી સીરિયાઈ મિલિટ્રી બેઝ પર થયેલા હવાઈ હુમલા પછી અમેરિકા અને રશિયાના સંબધો સતત બગડી રહ્યા છે.

cia director

અમેરિકી પેન્ટાગોન સૂત્રો મુજબ જયારે સીરિયાઈ સરકારના 500 કરતા પણ વધારે સેનિકો યુફ્રેટસ નદી પાર કરીને કુર્દિશના કબ્જાવાળા અલ-જોર વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા હતા. ત્યારે રશિયા અને અમેરિકી સૈનિકો વચ્ચે 7 ફેબ્રુઆરી દરમિયાન લડાઈ થયી. આ દરમિયાન અમેરિકી સૈનિકો ઘ્વારા કાર્યવાહી કરતા સીરિયા અને સીરિયાઈ સમર્થકો પર હવાઈ હુમલો કરવામાં આવ્યો. આ લડાઈમાં ઘણું મોટું નુકશાન થયા પછી યુફ્રેટસ નદી પાર કરવાની યોજનાથી સીરિયાઈ મિલિટ્રીએ પાછળ હટવું પડ્યું.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જયારે સીરિયાઈ મિલિટ્રી પોતાની સમર્થિત મિલિટ્રી સાથે યુફ્રેટસ નદી પાર કરી રહી હતી, ત્યારે અમેરિકાએ અટેક કરીને 100 કરતા પણ વધારે સૈનિકો મારી નાખ્યા અને 200 થી 300 લોકોને ખરાબ રીતે ઘાયલ કરી નાખ્યા છે.

સીઆઈએ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજેન્સી) ડાયરેક્ટર માઈક પોપિયો રશિયા વિરુદ્ધ સખત નિર્ણય અને સીરિયામાં અમેરિકી તાકાત વધારવામાં માટે ઓળખાય છે. જેઓ હાલમાં સીઆઈએ પદથી હટીને યુએસ સ્ટેટ ઓફ સેકેટરી બનવા જઈ રહ્યા છે. માઈક પોપિયો હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીક માનવામાં આવી રહ્યા છે.

English summary
Outgoing cia director acknowledges us killed couple of hundred russians in syria
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X