For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટરના 20 કરોડથી વધુ યુઝર્સના ઈમેલ એડ્રેક થયા હેક, રિપોર્ટમાં થયો ખુલાસો

ટ્વિટર યુઝર્સના ડેટા બાબતે મોટો ખુલાસો સામે આવ્યો છે. લગભગ 20 કરોડ ટ્વિટર યુઝર્સના ઈમેલ એડ્રેસ હેક થઈ ગયા છે. જેનો ઉપયોગ...

|
Google Oneindia Gujarati News

Twitter Users Email Address Hack: ટ્વિટર યુઝર્સની પ્રાઈવસીને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. એક સિક્યોરિટી રિસર્ચરે જણાવ્યુ કે હેકરે 200 મિલિયન ટ્વિટર યુઝર્સના ઈમેલહેક કર્યા બાદ તેને ઑનલાઈન હેકર્સ ફોરમમાં નાખી દીધા છે. તેમણે કહ્યુ કે આ એક બહુ મોટી લીક છે.

twitter

ઈઝરાયેલની સાઈબર સિક્યોરિટી મૉનિટરિંગ ફર્મ હડસન રૉકના કો-ફાઉન્ડર એલન ગલે સોશિયલ મીડિયા પર લખ્યુ કે આ હેકિંગ ઘણા બીજા ટાર્ગેટેડ ફિશિંગ અને ડૉક્સિંગને પ્રોત્સાહન આપશે. મારા માનવા મુજબ આ અત્યાર સુધીની સૌથી મોટી લીક છે. જો કે ટ્વિટર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન સામે આવ્યુ નથી.

સુરક્ષા વિશેષજ્ઞોનુ માનવુ છે કે સરકાર કે પ્રભાવશાળી વ્યક્તિઓની ટીકા કરવા માટે આ ટ્વિટર આઈડીનો ઉપયોગ કરવામાં આવી શકે છે અથવા આના દ્વારા હિંકા કે બળજબરીથી વસૂલી કરવામાં આવી શકે છે. કારણકે હેકર ઈમેલ એડ્રેસનો ઉપયોગ પાસવર્ડ રીસેટ કરવા અને ખાતા પર નિયંત્રણ લેવા માટે પણ કરી શકે છે. ખાસ કરીને જે Two-Factor Authenticationથી સંરક્ષિત નથી.

મહત્વપૂર્ણ છે કે એલન મસ્કે 24 ડિસેમ્બરે પહેલીવાર સોશિયલ મીડિયા પર આ ડેટા લીક વિશેની માહિતી શેર કરી હતી પરંતુ ત્યારપછી ટ્વિટર તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી. લોકો સોશિયલ મીડિયા પર આ લીક થયેલી માહિતીના સ્ક્રીનશૉટ શેર કરી રહ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે હેકર્સ ક્યાં છે, તેની ઓળખ શું છે. એવુ પણ સૂચવવામાં આવ્યુ છે કે એલન મસ્કના ટ્વિટર અધિગ્રહણ પહેલાનો આ કેસ છે.

સમાચાર એજન્સી રોયટર્સ પણ પુષ્ટિ કરી શક્યુ નથી કે ફૉરમ પર ડેટા અધિકૃત હતો અને ટ્વિટર પરથી આવ્યો હતો. બુધવારે હેકર ફોરમના સ્ક્રીનશૉટ ઓનલાઈન જોવા મળ્યા હતા. બ્રીચ-નોટિફિકેશન સાઈટ હેવ આઈ બીન પ્વેન્ડના નિર્માતા ટ્રૉય હંટે લીક થયેલ ડેટાને જોયો અને ટ્વિટર પર કહ્યુ કે એવુ લાગી રહ્યુ છે કે, જેવુ બતાવવામાં આવ્યુ છે, એવુ જ છે. ઉલ્લંઘન પાછળ હેકર કે હેકર્સની ઓળખ કે સ્થાનનો કોઈ સુરાગ નથી મળ્યો. શક્ય છે કે એલન મસ્ક દ્વારા કંપનીની માલિકી સંભાળતા પહેલા હેકિંગની ઘટના બની હોય.

English summary
Over 200 million Twitter users email addresses hacked claims a researcher.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X