મુશર્રફ સાથેના દુર્વ્યવહાર સામે પાકિસ્તાની સૈનિક અધિકારીઓનો વિરોધ

pervez-musharraf
ઇસ્લામાબાદ, 27 એપ્રિલ : પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના એક સમૂહે પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ પરવેઝ મુશર્રફ સાથે કરવામાં આવેલા અપમાનજનક વ્યવહારનો વિરોધ કર્યો છે. મુશર્રફને વર્ષ 2007ની કટોકટી અને પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યાના કેસમાં પકડવામાં આવ્યા છે.

કમાન એન્ડ સ્ટાફ કોલેજ ક્વેટાના 75 અધિકારીઓએ મુશર્રફ સાથે કરવામાં આવેલા વ્યવહાર અને સેનાના કથિત અપમાન અંગે સંસદના ઉપલા ગૃહની એક સમિતી સાથેની બેઠકમાં ચિંતા વ્યક્ત કરી હતી.

આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્નલ સાકિબ અલી ચીમા કરી રહ્યા છે. પ્રતિનિધિમંડળે ગઇ કાલે સંસદ ભવનમાં સંસક્ષણની સ્થાયી સમિતિના અધ્યક્ષ મુશાહિદ હુસૈન સૈયદ સાથે મુલાકાત યોજી હતી. ડોન સમાચારપત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર સૈન્ય અધિકારીઓના મંતવ્યો અનુસાર બંધારણ અંતર્ગત સશસ્ત્ર દળોની અવગણના કરી શકાય એમ નથી.

દિ ન્યુજ ડેઇલીના અહેવાલ અનુસાર સૈન્ય અધિકારીઓએ એક સંસ્થાના સ્વરૂપમાં કથિત રીતે સેનાનો ઉપહાસ કરવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇસ્લામાબાદ હાઇ કોર્ટે 2007ની કટોકટી દરમિયાન ન્યાયાધીશો સાથે સંકળાયેલા એક કેસમાં મુશર્રફ અને અન્ય 69ના જામીન રદ કર્યા હતા. ત્યાર બાદ બેનઝીર ભુટ્ટોની હત્યાના કેસમાં તપાસ એજન્સીએ મુશર્રફની ધરપકડ કરી હતી. વર્તમાનમાં મુશર્રફને તેમના ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા છે. ફાર્મ હાઉસને સબ જેલ જાહેર કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X