For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.માં કુર્આન સળગાવનારને, ટોળાએ સળગાવી દીધો

|
Google Oneindia Gujarati News

quran
ઇસ્લામાબાદ, 22 ડિસેમ્બર: પાકિસ્તાનના વિવાદાસ્પદ ઇશનિંદા કાનૂન અંતર્ગત ધરપકડ કરાયેલા એક વ્યક્તિને ટોળાએ જીવતો સળગાવી દીધો છે. એક હજારથી વધારે લોકોનું ટોળુ પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયું અને આ આરોપીને જીવતો સળગાવી દીધો.

મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર આ ઘટના સિંધ પ્રદેશમાં દાદૂ જિલ્લાના સિતા ગામમાં ઘટેલી આ ઘટના છે. સમાચારોમાં કહેવાયું છે કે પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાનો માત્ર તમાશો જોતા રહ્યા અને ટોળાને રોકવાની પણ કોશીશ પણ ના કરી. લોકોએ આ અજાણ્યા વ્યક્તિને પહેલા ઢોર માર માર્યો અને બાદમાં તેને જીવતો સળગાવી દીધો.

સિતા ગામ સ્થિત મસ્જીદના ઇમામ ઉસ્માન મેમને મીડિયાને જણાવ્યુ કે જે વ્યક્તિને ટોળાએ માર્યો છે તે એક પ્રવાસી હતો અને એક રાત માટે મસ્જીદમાં રોકાયો હતો. મેમને જણાવ્યું કે એ વ્યક્તિએ ગુરુવારે રાત્રે નમાજ અદા કરી અને રાતે મસ્જીદમાં જ રોકાયો.

શુક્રવારે સવારે જ્યારે લોકો નમાજ અદા કરવા માટે મસ્જીદમાં આવ્યા તો તેમને કુર્આન સળગેલી હાલતમાં મળી આવ્યું, લોકોએ શંકા વ્યક્ત કરી કે આ કૃત્ય એ વ્યક્તિની હશે કારણ કે મસ્જીદમાં એ એકલો જ હતો. લોકોએ તેને પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી. જ્યારે ગામની મસ્જીદમાં આ ઘટના અંગેની જાહેરાત કરવામાં આવી ત્યારે હજારોનું ટોળુ પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યું.

English summary
A mob broke into a Pakistani police station and burnt a man accused of desecrating the Quran alive, police said on Saturday, in the latest violence focusing attention on the country's blasphemy laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X