પાકિસ્તાનઃ સ્પેશિયલ કોર્ટે સેનાધ્યક્ષ પરવેઝ મુશર્રફને સંભળાવી સજા-એ-મોત
પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વાર કોઈ પૂર્વ સેનાધ્યક્ષને મોતની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનની પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટીસની આગેવાનીવાળી ત્રણ સભ્યોની બેંચે પૂર્વ સેનાધ્યક્ષ પરવેઝ મુશર્રફને દેશદ્રોહ મામલે મોતની સજાનુ એલાન કરી દીધુ છે. ચીફ જસ્ટીસ વકાર અહેમદ સેઠ તરફથી આ સજાનુ એલાન કરવામાં આવ્યુ છે. મુશર્રફ હાલમાં દુબઈમાં છે અને તેમને ત્રણ નવેમ્બર 2007ના રોજ દેશમાં ઈમરજન્સી લગાવવા માટે સજા સંભળાવવામાં આવી છે.

માર્ચ 2014માં ઠેરવ્યા હતા દોષી
ડિસેમ્બર 2013થી આ કેસની સુનાવણી ચાલી રહી હતી. એ વખતે તેમના પર દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. 31 માર્ચ 2014ના રોજ મુશર્રફને આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ વર્ષ સપ્ટેમ્બરમાં સ્પેશિયલ કોર્ટ સામે બધા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ અમુક કાયદાકીય બાધાઓના કારણે કેસની ટ્રાયલ શરૂ થવામાં વિલંબ થઈ ગયો અને માર્ચ 2016માં મુશર્રફ દેશ છોડીને જતા રહ્યા.

મુશર્રફને મોતની સજા
જે સ્પેશિયલ કોર્ટ તરફથી મુશર્રફને મોતની સજા સંભળાવવામાં આવી તેમાં પેશાવર હાઈકોર્ટના જસ્ટીસ વકાર સેઠ, સિંધ હાઈકોર્ટના જસ્ટીસ નઝર અકબર અને લાહોર હાઈકોર્ટના જસ્ટીસ શાહિદ કરીમ શામેલ હતા. સરકારના કે કે વકીલ એડવોકેટ અલી જિયા બાજવાએ કહ્યુ હતુ કે તેમના તરફથી કોર્ટમાં આજે ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી ચૂકી છે. આ અરજીઓમાંની જ એક અરજીમાં પૂર્વ પ્રધાનમંત્રી શૌકત અઝીઝ સહિત સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ અબ્દુલ હમીદ ડોગર અને પૂર્વ કાયદા મંત્રી ઝાહિદ હામિદને શંકાસ્પદ બનાવવાની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ IPL 2020 Auction: 14 વર્ષના નૂર અહેમદ પર સૌની નજર, ઈતિહાસ રચવાનો મોકો

સરકારની નિયત પર ઉઠ્યા સવાલ
વકીલ બાજવાનુ કહેવુ હતુ કે એ લોકોને પણ મુશર્રફના મદદગારો અને તેમના સાથીઓને પણ શંકાસ્પદ બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે આ ઘણુ મહત્વપૂર્ણ છે કે બધા શંકાશીલોનુ ટ્રાયલ એક જ સમયે ઝાય. જસ્ટીસ કરીમે આના પર કહ્યુ, સાડા ત્રણ વર્ષ બાદ આ રીતનો અનુરોધ કરવાથી સ્પષ્ટ છે કે સરકારનો ઈરાદો યોગ્ય નથી. આજે આ કેસન અંતિમ સુનાવણી છે અને હવે ત્રણ નવી અરજીઓ આવી ગઈ છે. જસ્ટીસ અકબરે સવાલ કર્યો કે સરકાર જે લોકોને આ કેસમાં શામેલ કરવા ઈચ્છે છે તેમની સામે શું વકીલ પાસે કોઈ પુરાવા છે.