પરવેઝ મુશર્રફનું ઉમેદવારી પત્ર નામંજૂર

સ્થાનીય વકીલ જાવેદ કસૂરી દ્વારા મુશર્રફની ઉમેદવારી પર આપત્તિ નોંધાવ્યા બાદ તેમની ઉમેદવારીને રદ કરી દેવામાં આવી. કસૂરીએ જણાવ્યું કે તે સંવિધાનની ધારા 62, 63 અંતર્ગત ચૂંટણી લડવાને યોગ્ય નથી. નિર્વાચન અધિકારી મોહમ્મદ સલીમે આપત્તિનો સ્વિકાર કરી પૂર્વ તાનાશાહનું ઉમેદવારી પત્ર રદ કરી નાખ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે. અને પાંચ વર્ષથી દેશવટો ભોગવ્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પોતાના દેશ પરત ફર્યા છે. અને તેઓ ફરીથી રાજકારણમાં પોતાનું નશીબ અમાવવા માંગે છે.












Click it and Unblock the Notifications
