• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાન ચૂંટણી પરિણામ લાઈવ: આજે બપોરે 2 વાગ્યે મીડિયા સાથે વાતચીત કરશે ઇમરાન ખાન

By Prajapati Anuj
|

પાકિસ્તાનના પ્રધાનમંત્રી કોણ બનશે તેના વિશે ખુબ જ જલ્દી ખબર પડી જશે. પાકિસ્તાનના 11માં સંસદીય ઈલેક્શન માટે થયેલા વોટિંગના પરિણામ આવવાના ચાલુ થઇ ગયા છે. શરૂઆતી પરિણામોમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન કરતા આગળ ચાલતી દેખાઈ રહી છે. પાકિસ્તાનના 11માં સંસદીય ઈલેક્શનમાં સવારે 8 વાગ્યાથી 85,307 પોલિંગ બૂથો પર સાંજે 6.30 વાગ્યા સુધી વોટ પડ્યા. વોટિંગ દરમિયાન ઈલેક્શન કમિશન પાસે ઘણી ફરિયાદો પણ આવી હતી.

Pakistan Election Results LIVE

Newest First Oldest First
11:54 AM, 26 Jul
ઈલેક્શન પરિણામ આવ્યા પછી પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં સેન્સેક્સ 600 અંક સુધી ઉછળ્યું.
10:45 AM, 26 Jul
ઇમરાન ખાનની પાર્ટી 114 સીટો પર આગળ ચાલી રહી છે, જયારે પીએમએલ-એન 64 સીટો પર આગળ છે અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી 42 સીટો પર આગળ ચાલી રહી છે.
8:23 AM, 26 Jul
આજે બપોરે 2 વાગ્યે મીડિયા સાથે વાતચીત કરશે ઇમરાન ખાન
8:23 AM, 26 Jul
ઇમરાન ખાનની પાર્ટી 114 સીટો પર આગળ
8:22 AM, 26 Jul
પાકિસ્તાની મુસ્લિમ લીગ (નવાઝ) ના નેતા શાહબાઝ શરીફે ચૂંટણીનાં પરિણામોને સંપૂર્ણપણે ફગાવી દીધા, તેમને કહ્યું કે અમારા મતદાન એજન્ટોની ગેરહાજરીમાં મત ગણતરી થયી, તેમને ફોર્મ 45 નહીં આપવામાં આવ્યું.
12:53 AM, 26 Jul
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પૂર્ણ બહુમત તરફ આગળ વધી રહી છે.
12:53 AM, 26 Jul
જીઓ ટીવી મુજબ, 272 સીટો પૈકી 236 સીટોના રૂઝાન આવી ચુક્યા છે, જેમાં ઇમરાન ખાનની પાર્ટી 107 સીટો પર આગળ ચાલી રહી છે.
11:43 PM, 25 Jul
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ટ્વિટર હેન્ડલથી પૂછવામાં આવ્યું, પાકિસ્તાનીઓ શુ તને નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે તૈયાર છો?
11:41 PM, 25 Jul
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ટ્વિટર હેન્ડલથી કરવામાં આવ્યું ટ્વિટ: 'મુબારક પાકિસ્તાન! પાકિસ્તાનમાં આગામી સરકાર પીટીઆઈની બનવા જઈ રહી છે.
11:20 PM, 25 Jul
પીપીપી ઘ્વારા મતગણનામાં ગોલમાલ કરવાનો આરોપ, ભુટ્ટોના એજન્ટોને ગણના સ્થળેથી બહાર કાઢવામાં આવ્યાની ખબર.
11:18 PM, 25 Jul
પંજાબ પ્રાંતમાં 66 બેઠકો પર પીટીઆઈ અને 52 બેઠકો નવાઝ શરીફની પાર્ટી આગળ
11:17 PM, 25 Jul
પાકિસ્તાની ચુંટણી: પીટીઆઈ 103 બેઠકો, પીએમએનએન 52 અને પીપીપી 26 બેઠકો પર આગળ
11:14 PM, 25 Jul
પાકિસ્તાનની સમા ટીવીના જણાવ્યા મુજબ, લોકપ્રિય મતદાનમાં 74 લોકોએ ઇમરાન ખાનને સમર્થન આપ્યું છે. 2013 ની સામાન્ય ચૂંટણીમાં 54.55 ટકા મતદાન થયું હતું.
11:13 PM, 25 Jul
ઈમરાન ખાનની પાર્ટી હાલમાં 103 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે નવાઝ શરિફની પાર્ટી પીએમએલ-એન 52 બેઠક પર આગળ છે.
11:12 PM, 25 Jul
ઇમરાન ખાનએ કરાચીથી એમક્યુએમ ના અલી રઝા અબાનીને હરાવીને જીત મેળવી.
11:11 PM, 25 Jul
ઇમરાન ખાનએ કરાચીથી એમક્યુએમ ના અલી રઝા અબાનીને હરાવીને જીત મેળવી.
11:11 PM, 25 Jul
બિલાવલ ભુટ્ટો ઝરદારી 18NA-200 (લરકાના I) આશરે 5000 મત સાથે આગળ ચાલી રહ્યા છે
11:09 PM, 25 Jul
પાકિસ્તાન ચૂંટણી પરિણામમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ સૌથી આગળ ચાલી રહી છે. 69 સીટો પર તેઓ આગળ ચાલી રહ્યા છે.

English summary
Pakistan Election Results LIVE: Imran Khan’s party leading in Early trends show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more