For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત સાથે વાતચીત માટે મૂકી એક શરત

પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સરકારમાં વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સરકારમાં વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક મોટુ નિવેદન આપ્યુ છે. કુરેશીએ શનિવારે કહ્યુ કે પાકિસ્તાન ભારત સાથે શરત સાથે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છે. બંને દેશો વચ્ચે છેલ્લા 26 દિવસથી સ્થિતિ બગડેલી છે. પાંચ ઓગસ્ટના રોજ ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારે પાકિસ્તાને ભારત સાથે દરેક પ્રકારના રાજદ્વારી સંબંધો ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત પાક તરફથી સતત આક્રમક નિવેદનો આપવામાં આવી રહ્યા છે.

Shah Mahmood Qureshi

કાશ્મીરના નેતાઓને કરવામાં આવે મુક્ત

પાકિસ્તાન મીડિયા મુજબ કુરેશીએ કહ્યુ છે, 'અમને ભારત સાથે દ્વીપક્ષીય વાતચીત માટે કોઈ પ્રોબ્લેમ નથી.' છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી સ્થિતિ વચ્ચે પાકિસ્તાન તરફથી દ્વિપક્ષીય વાતચીત માટે આવેલુ આ નવુ નિવેદન છે. ભારત અને પાક વચ્ચે જાન્યુઆરી 2016થી જ વાતચીત બંધ છે. એ સમયે પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ પઠાણકોટ સ્થિત ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) ના બેઝ પર હુમલાને અંજામ આપ્યો હતો. કુરેશીએ કહ્યુ કે પાકિસ્તાને ક્યારેય નવી દિલ્લી સાથે દ્વીપક્ષીય વાતચીતનો વિરોધ નથી કર્યો. કુરેશીએ સલાહ આપી છે કે વાતચીત ત્યારે જ થશે જ્યારે ભારત જમ્મુ કાશ્મીરમાં ધરપકડ કરાયેલ રાજનેતાઓને મુક્ત કરશે. તેમણે એ વાત પર જોર આપ્યુ કે કાશ્મીર મુદ્દે ત્રણ પક્ષ છે. ભારત, પાકિસ્તાન અને કાશ્મીરના લોકો. કુરેશીના શબ્દોમાં જ્યારે કાશ્મીરના નેતાઓને મુક્ત કરવામાં આવશે ત્યારે જ વાતચીત થશે. કુરેશીની માનીએ તો તેમને કાશ્મીરના નેતાઓને મળવાની મંજૂરી આપવી જોઈએ.

ઈમરાનના નિવેદનથી અલગ નિવેદન

વળી, કુરેશીએ પોતાના નિવેદનમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાની પ્રશંસા કરી છે. પાકિસ્તાન સતત દુનિયાના બીજા દેશો સાથે સંપર્ક કરી રહ્યુ છે. જેથી તે ભારતને વાતચીત માટે રાજી કરી શકે. કુરેશીએ આના પર કહ્યુ કે કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપનું સ્વાગત છે અને પાકિસ્તાન તેની પ્રશંસા કરશે. કુરેશીનુ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ઈમરાનની સરકાર જમ્મુ કાશ્મીરપર આવેલા ભારતના નિર્ણયને ગેર કાયદેસર ગણાવી રહી છે. પીએમ ઈમરાને કહ્યુ છે કે હવે તેમની સરકાર ભારત સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નહિ કરે. ઈમરાને આ સાથે એમ પણ કહ્યુ છે કે જમ્મુ કાશ્મીર પર મોદી સરકારના નિર્ણય બાદ બંને દેશો હવે એક યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે. કુરેશીના નિવેદન થોડા દિવસોમાં ઈમરાન ખાનના નિવેદનથી એકદમ અલગ છે. ઈમરાને અમેરિકી વર્તમાનપત્રા ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ભારતે જમ્મુ કાશ્મીર વિશે જે નિર્ણય આપ્યો છે તે બાદ તેની સાથે હવે કોઈ વાતચીત નહિ થાય. કુરેશીએ કહ્યુ, 'અમે ક્યારેય વાતચીત માટે ઈનકાર નથી કર્યો પરંતુ અમને નથી લાગતુ કે ભારત તરફથી વાતચીત માટે કોઈ માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો હોય.'

આ પણ વાંચોઃ જાણો અમૃતા પ્રીતમ વિશે જેમની 100મી જયંતિ પર ગૂગલે સમર્પિત કર્યુ પોતાનુ ડૂડલઆ પણ વાંચોઃ જાણો અમૃતા પ્રીતમ વિશે જેમની 100મી જયંતિ પર ગૂગલે સમર્પિત કર્યુ પોતાનુ ડૂડલ

English summary
Pakistan foreign minister Shah Mahmood Qureshi says ready for conditional bilateral talks with India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X