For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરના બદલતા હાલાત વચ્ચે પાક. સરકારે સેના પ્રમુખ બાજવાનો કાર્યકાળ વધાર્યો

કાશ્મીરના બદલતા હાલાત વચ્ચે પાક. સરકારે સેના પ્રમુખ બાજવાનો કાર્યકાળ વધાર્યો

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 370 હટાવવાને લઈ ભારત સરકારના મહત્વપૂર્ણ ફેસલાથી પાકિસ્તાન બહુ પરેશાન છે. આ કારણે જ આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં પણ ઉઠાવયો, છતાં પાકિસ્તાનનો દાવ થઈ ગયો જ્યારે અમેરિકા-રશિયા સહિત અન્યદેશોએ પણ કાશ્મીરના મુદ્દે સાથ ન આપ્યો. એવામાં પરેશાન ઈમરાન ખાન સરકારે મોટો ફેસલો લીધો છે. પાકિસ્તાનના પીએમે પોતાના સલાહકારો સાથેની વાતચીત બાદ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાવજાનો કાર્યવાળ વધારવાનો ફેસલો લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે તેમના ફેસલા પાછળ કાશ્મીર ફેક્ટર મહત્વનું ફેક્ટર છે.

જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ વધ્યો

જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ વધ્યો

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારવામાં આવ્યો છે. પાકિસ્તાનના પીએમઓ તરફથી જાહેર સંક્ષિપ્ત અધિસૂચનામાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે જનરલ કમર જાવેદ બાજવાનો વર્તમાન કાર્યકાળ પૂરો થવાની તારીખથી ત્રણ વર્ષ માટે તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. આવી રીતે બાજવા વધુ એક કાર્યકાળ માટે સેનાધ્યક્ષનું પદ સંભાળશે.

આ માટે ઈમરાન સરકારે આ પગલું ઉઠાવ્યું

આ માટે ઈમરાન સરકારે આ પગલું ઉઠાવ્યું

જાણકારી મુજબ પીએમ ઈમરાન ખાને આ ફેસલો ક્ષેત્રીય સુરક્ષા માહોલને જોતા લીધો છે. જણાવી દઈએ કે રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ઝડબા તોડ જવાબ આપતા કહ્યું હતું કે પાકિસ્તાન હવે જે વાત થશે તે પાક અધિકૃત કાશ્મીર (PoK) પર થશે. રાજનાથ સિંહના આ નિવેદન બાદ પાકિસ્તાન સરકાર ટેન્શનમાં છે. ભારત તરફથી સતત ઉઠાવવામાં આવી રહેલ પગલાંથી પાકિસ્તાન સરકાર ખરાબ રીતે ઘેરાઈ ગઈ છે, એવામાં તેમણે પાક આર્મી ચીફ માટે વધુ એકવાર બાજવાના નામ પર મોહર લગાવી છે.

બાજવા 2016માં બન્યા હતા આર્મી ચીફ

બાજવા 2016માં બન્યા હતા આર્મી ચીફ

જણાવી દઈએ કે જનરલ કમર જાવેદ બાજવાને પહેલીવાર 2016માં તત્કાલીન પીએમ નવાજ શરીફે સેના પ્રમુખ નિયુક્ત કર્યા હતા. 58 વર્ષીય જનરલ બાજવાની આ વર્ષે સેવાનિવૃત્ત થવાની ઉમ્મીદ હતી, પરંતુ સેવાનિવૃત્તિના ઠીક બે મહિના પહેલા તેમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો. બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધારવામાં આવ્યો છે.

<strong>કાશ્મીરને લઈ NSA ડોભાલને મળ્યા અમિત શાહ, ગુપ્તચર બ્યૂરોના પ્રમુખ પણ બેઠકમાં સામેલ</strong>કાશ્મીરને લઈ NSA ડોભાલને મળ્યા અમિત શાહ, ગુપ્તચર બ્યૂરોના પ્રમુખ પણ બેઠકમાં સામેલ

English summary
pakistan government extended service for 3 years of javed bajwa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X