For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IBએ સરકારને કર્યુ એલર્ટ, પાકે મસૂદ અઝહરને કર્યો ગુપચુપ મુક્ત, કરી રહ્યુ છે યુદ્ધની તૈયારી

ઈન્ટેલીજન્સ બ્યુરો (આઈબી) તરફથી સરકારને પાકિસ્તાન તરફથી રાજસ્થાન પાસેની ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાક સૈનિકોની વધુ તૈનાતી વિશે એલર્ટ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ટેલીજન્સ બ્યુરો (આઈબી) તરફથી સરકારને પાકિસ્તાન તરફથી રાજસ્થાન પાસેની ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાક સૈનિકોની વધુ તૈનાતી વિશે એલર્ટ કર્યા છે. આઈબીએ જણાવ્યુ કે પાકે મોટા આતંકી હુમલાના એક મોસ્ટ વોન્ટેડ આતંકીને પણ મુક્ત કરી દીધો છે. ઈંગ્લિશ ડેઈલી હિંદુસ્તાન ટાઈમ્સે સૂત્રોના હવાલાથી આ વિશેની માહિતી આપી છે. આઈબીની માનીએ તો જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાથી નારાજ પાકિસ્તાન જમ્મુ અને પાકિસ્તાન સેક્ટર્સમાં આવનારા દિવસોમાં મોટી એક્શન લેવાની તૈયારી કરી ચૂક્યુ છે.

સરપ્રાઈઝથી બચવા માટે તૈયાર રહો

સરપ્રાઈઝથી બચવા માટે તૈયાર રહો

આઈબીના ઈનપુટમાં સરકારને ચેતવણી આપમાં આવી છે કે પાકિસ્તાને પોતાના પ્લાનને અંજામ આપવા માટે રાજસ્થાન બોર્ડર પર વધુ સૈનિકોની તૈનાતી શરૂ કરી દીધી છે. આ ઈનપુટને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) સાથે પણ શેર કરવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ અને રાજસ્તાનમાં સેનાની ફીલ્ડ ફોર્મેશન સાથે પણ શેર કરવામાં આવી છે. આઈબી તરફથી આર્મી અને બીએસએફને જણાવવામાં આવ્યુ છે કે તે પાકિસ્તાન સેના અને વધુ ટ્રુપ્સ તરફથી મળનારી કોઈ પણ સરપ્રાઈઝથી બચવા માટે રેડી રહે.

મુક્ત થયો મસૂદ અઝહર

મુક્ત થયો મસૂદ અઝહર

આઈબી તરફથી જે ઈનપુટ આપવામાં આવ્યા છે તે મુજબ પાક તરફથી જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને પણ ચૂપચાપ મુક્ત કરી દેવામાં આવ્યો છે. પાકે ભારતમાં જૈશ સાથે મળીને આતંકી હુમલાને અંજામ આપવાનો ખતરનાક પ્લાન પણ બનાવ્યો છે. એવા સમાચાર આવ્યા હતા કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલા બાદ પાક એજન્સીઓએ મસૂદને સુરક્ષાત્મક કસ્ટડીમાં લઈ લીધો હતો. આ હુમલમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. અધિકારીઓની માનીએ તો પાંચ ઓગસ્ટના રોજ સરકારે લીધેલા નિર્ણયને આઈએસઆઈની મોટી નિષ્ફળતા માનવામાં આવી રહી છે. આઈએસઆઈ એ માનીને બેઠી હતી કે ભારત સરકાર એવુ કોઈ પણ પગલુ નહિ ઉઠાવી શકે.

આ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં આ 32 જિલ્લાઓમાં આવી શકે છે વરસાદની આફત, એમપીમાં ઓરેન્જ એલર્ટઆ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં આ 32 જિલ્લાઓમાં આવી શકે છે વરસાદની આફત, એમપીમાં ઓરેન્જ એલર્ટ

ઈમરાન ખાને આપી યુદ્ધની ધમકી

ઈમરાન ખાને આપી યુદ્ધની ધમકી

આઈબી તરફથી આ એલર્ટ એવા સમયમાં આવ્યુ છે જ્યારે શુક્રવારે પાક પીએમ ઈમરાન ખાન તરફથી ભારતને જમ્મુ કાશ્મીર પર લેવાયેલા નિર્ણયના વિરોધમાં પૂરી તાકાત સાથે જવાબ આપવાની ધમકી આપવામાં આવી છે. ઈમરાને પાકના ડિફેન્સ ડેના પ્રસંગે આંતરારાષ્ટ્રીય સમુદાયને પણ ધમકાવ્યા. તેમણે કહ્યુ કે જમ્મુ કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયના કારણે જે પણ વિનાશકારી પરિણામ હશે તેના માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ જવાબદાર હશે. આ ઉપરાંત પાક આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા તરફથી પણ છેલ્લા થોડા દિવસોમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો ખતરો વધી ગયો છે. બાજવાના જણાવ્યા મુજબ તે કાશ્મીર લેવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. બાજવાએ કહ્યુ હતુ કે કાશ્મીર અને અહીંના લોકો માટે તે અને તેમની સેના છેલ્લો સૈનિક છેલ્લી ગોળી સુધી મુકાબલો કરશે.

English summary
Pakistan has secretly released Jaish Chief and terrorist Masood Azhar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X