Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહીમને ઝેર આપવાની ના તો પુષ્ટી કરી શકે ના તો મનાઈ, ફસાઈ ગયુ પાકિસ્તાન, જાણો કારણ
Dawood Ibrahim Poisoned: ભારતમાંથી ભાગી ગયેલા અંડરવર્લ્ડ ડૉન અને આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ વિશે અફવાઓ ફેલાઈ રહી છે કે કથિત રીતે ઝેર અપાયા તેને ગંભીર તબીબી સ્થિતિ સાથે કરાંચીની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અપ્રમાણિત અહેવાલોમાં, કારણ ઝેર હોવાનું કહેવાય છે.
65 વર્ષીય ભારતીય ભાગેડુ ઘણા વર્ષોથી વિશ્વભરની કાયદા અમલીકરણ એજન્સીઓથી બચીને પાકિસ્તાનના કરાંચીમાં રહે છે. પાકિસ્તાન માટે આ એક વિચિત્ર સ્થિતિ બની ગઈ છે, કારણ કે તે ઝેરની હકીકતને ન તો પુષ્ટિ આપી શકે છે અને ન તો નકારી શકે છે.

પાકિસ્તાનનું કહેવું છે કે તેણે દાઉદ ઈબ્રાહિમને આશ્રય આપ્યો નથી, જ્યારે ભારતે અનેક વખત પુરાવા સાથે કહ્યું છે કે દાઉદ ઈબ્રાહીમ કરાંચી શહેરમાં રહે છે. નોંધનીય છે કે ભારતના મોસ્ટ વૉન્ટેડ ગુનેગારોમાંનો એક દાઉદ ઈબ્રાહિમ સંગઠિત અપરાધ, આતંકવાદ અને ડ્રગ્સની હેરાફેરી સહિતની વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. તે 1993ના મુંબઈ બૉમ્બ વિસ્ફોટોનો માસ્ટરમાઇન્ડ છે, જેમાં 250થી વધુ લોકોના જીવ ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા.
દાઉદ ઈબ્રાહિમના હૉસ્પિટલમાં દાખલ થવાની પરિસ્થિતિઓ રહસ્યમાં ઘેરાયેલી છે, કારણ કે પાકિસ્તાની અને ભારતીય બંને અધિકારીઓએ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. એવી અટકળો છે કે તેની તબિયત અચાનક બગડવાનું કારણ ઝેર હોઈ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં તેના વિશે ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે, કારણ કે પાકિસ્તાને હંમેશા દાઉદ ઈબ્રાહિમની પાકિસ્તાનમાં હાજરીનો ઈન્કાર કર્યો છે. જો દાઉદ ઈબ્રાહિમનું મૃત્યુ થશે તો તેના મૃત્યુના સમાચાર છૂપાવવા પાકિસ્તાન માટે સરળ નહિ હોય, માટે તેના હાંજા ગગડી ગયા છે.
દાઉદ ઈબ્રાહિમ દાયકાઓથી ભાગેડુ છે. પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ સાવચેતીપૂર્વક તેના ઠેકાણાઓની રક્ષા કરે છે. આ આતંકવાદીને કરાંચીમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે, જ્યાં તે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓથી બચવામાં સફળ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે એક સમયનો મુંબઈનો અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ હવે ગંભીર સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરી રહ્યો છે. ગેંગરીનની શરૂઆતને કારણે તેના બે અંગૂઠા પહેલેથી જ કરાંચીની એક હૉસ્પિટલમાં કાપવામાં આવ્યા હતા, જો કે, તેના નજીકના સાથી છોટા શકીલે બે વર્ષ પહેલા આ અહેવાલંને ફગાવી દીધા હતા.
More details from Senior Pakistani Journalist Arzoo Kazmi pic.twitter.com/Ws0BnjqTsw
— Times Algebra (@TimesAlgebraIND) December 17, 2023












Click it and Unblock the Notifications
