સલમાન ખાન મુસ્લિમ છે માટે થઇ જેલ : પાકિસ્તાની વિદેશ મંત્રી

Posted By:
Subscribe to Oneindia News

જોધપુરની કોર્ટે 20 વર્ જૂના કાળિયાર હરણ શિકાર કેસમાં બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને દોષી જાહેર કરી તેને 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે સલમાન ખાનને આ સાથે જ 10 હજાર રૂપિયાનો દંડ પણ માંગ્યો છે. કોર્ટના આદેશ પછી જેલમાં સલમાન ખાને એક રાત પણ વીતાવી લીધી છે. ત્યારે આ તમામ મામલે હવે લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાઝા આસિફે કોર્ટના આ નિર્ણય પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. આસિફે કોર્ટના આ નિર્ણયને ભેદભાવ પૂર્ણ બતાવ્યો છે. પાકિસ્તાની ટીવી ચેનલ જીયો ન્યૂઝની સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે અલ્પસંખ્યક હોવાના કારણે સલમાન ખાનને સજા મળી રહી છે. તેમણે કહ્યું કે સલમાન ખાન મુસ્લિમ છે તે માટે તેને આટલી કડક સજા મળી છે. સાથે જ તેણે કહ્યું કે જો ત્યાંની સત્તારૂઢ સરકાર ઘર્મનો વ્યક્તિ સલમાન હોત તો કદાચ તેનાથી થોડી નરમાશ રાખવામાં આવતી.

salman

ખ્વાઝા આસિફ કહ્યું કે 20 વર્ષ જૂના કેસમાં જે રીતે સલમાન ખાનને સજા સંભળાવવામાં આવી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓની શું સ્થિતિ છે! જો કે આ પછી લોકોએ ટ્વિટ કરીને વિદેશ મંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો સલમાન ખાન મુસ્લિમ છે અને માટે તેને સજા મળી તો સૈફ અલી ખાન અને તબ્બુને શું તમે હિંદૂ માનો છો? ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને જ્યારથી સજા સંભળાવવામાં આવી છે. ત્યારથી બે અલગ અલગ જૂથ પડી ગયા છે. કેટલાક લોકો સલમાનના સમર્થનમાં છે અને કેટલાક લોકો સલમાનને આ સજાને યોગ્ય કહી રહ્યા છે.

English summary
Foreign Minister Khawaja Asif slammed the five-year jail term given to Bollywood actor Salman Khan as ‘discriminatory’.Salman Khan has been sentenced because hes a minority.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.