For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનઃ ગણેશ મંદિર પર થયેલા હુમલા વિશે ઈમરાન ખાને તોડ્યુ મૌન, કહ્યુ - મંદિરનુ સમારકામ કરાવશે

પાકિસ્તાનના પંજાબમાં ગણેશ મંદિર પર થયેલા કટ્ટરવાદીઓનો હુમલાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને નિંદા કરી છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબમાં ગણેશ મંદિર પર થયેલા કટ્ટરવાદીઓનો હુમલાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને નિંદા કરી છે. પાક પીએમ ઈમરાન ખાને પંજાબમાં હિંદુ મંદિર પર ભીડ દ્વારા કરવામાં આવેલ હુમલા પર 24 કલાક બાદ મૌન તોડ્યુ છે. ઈમરાન ખાને કહ્યુ છે કે બધા દોષિતોની ધરપકડ કરવામાં આવશે અને પોલિસ દ્વારા કોઈ પણ પ્રકારની બેદરકારી સામે કાર્યવાહી કરવામાં આવશે. ઈમરાન ખાને એ પણ કહ્યુ છે કે તેમની સરકાર આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ જલ્દી કરાવશે.

imran khan

પાક પીએમે પહેલા પણ ઈસ્લામાબાદમાં એક મંદિર બનાવવાનુ વચન આપ્યુ હતુ પરંતુ તે હજુ સુધી પૂરુ થઈ શક્યુ નથી.
ઈમરાન ખાને ગુરુવારે મોડી રાતે એક ટ્વિટમાં લખ્યુ, 'હીમ યાર ખાનના ભોંગમાં ગણેશ મંદિર પર કાલે થયેલા હુમલાની હું આકરી નિંદા કરુ છુ. મે પહેલા જ આઈજી પંજીબ સાથે બધા આરોપીઓની ધરપકડ સુનિશ્ચિત કરવા અને પોલિસની બેદરકારી સામે કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરશે.'

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના પંજાબના રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શરીફ વિસ્તારમાં ગણેશ મંદિરમાં ગુસ્સે થયેલા કટ્ટરવાદી લોકોએ હુમલો કર્યો અને તોડફોડ કરી ત્યારબાદ વિસ્તારમાં સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલિસ અને રેંજર્સને બોલાવવામાં આવ્યા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યુ કે કટ્ટરવાદીઓએ મંદિરની બારીઓ, દરવાજા અને ત્યાં સ્થાપિત મૂર્તિઓને લાકડીઓ, પત્થર અને ઈંટોથી તોડી હતી. આ વિસ્તારમાં મંદિર આસપાસ હિંદુ સમુદાયના 80 ઘર છે જ્યારે બાકીની મોટાભાગની વસ્તી મુસલમાનોની છે. એક એએસઆઈના જણાવ્યા મુજબ એક ઝવેરીએ ફેસબુક પર પોસ્ટ લખી હતી કે હિંદુ અને મુસલમાન અહીં એકસાથે જમે છે, તેમને અટકાવવા જોઈએ. આ પોસ્ટ બાદ ઝઘડો શરૂ થઈ ગયો હતો. 4 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી તણાવ શરૂ થઈ ગયો હતો.

English summary
Pakistan PM Imran Khan condemns demolished on Hindu temple says will restore the Mandir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X