પાક.ના PMએ કહ્યું, હાફિઝ સઇદ સાહેબ વિરુદ્ધ કોઇ મામલો નથી

Written By:
Subscribe to Oneindia News

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ, જેને અમેરિકાએ આતંકી ઘોષિત કર્યો છે જે ભારતને સોંપવાની માંગણી આપણે સતત કરી રહ્યાં છીએ. તો બીજી બાજુ મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન હાફિઝ સઈદનું સમર્થન કરતાં તેમને સાહેબ કરીને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે, હાફિઝ સઇદ સાહેબ વિરુદ્ધે પાકિસ્તાનમાં કોઇ મામલો નથી, આથી તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે. પાકિસ્તાનમાં જિયો ટીવીના એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન શાહિદ ખાન અબ્બાસીએ કહ્યું કે, કોઇ વિરુદ્ધ કાર્યવાહી ત્યારે જ કરી શકાય જ્યારે તેમની વિરુદ્ધ કોઇ મામલો હોય. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદને લાહોર હાઇકોર્ટે હાઉસ અરેસ્ટમાંથી મુક્ત કર્યા હતા. અબ્બાસીએ કહ્યું કે, મને નથી લાગતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ખરાબ સંબંધો છતાં પણ બંને દેશો વચ્ચે યુદ્ધની કોઇ સંભાવના નથી.

Pakistan

અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે બોલતા અબ્બાસીએ કહ્યું કે, અમેરિકાની સેના સાથે પણ વાતચીત ચાલી રહી છે. જે રીતે નવા વર્ષની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રંપે પાકિસ્તાન વિરુદ્ધ ટ્વીટ કરતાં તેને ખોટું અને દગાબાઝ ગણાવ્યું હતું, એ પછી અમેરિકન સેના સાથે વાતચીત ચાલી રહી છે. અમે સંબંધો સુધારવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ. જ્યારે કોઇ દેશની સંપ્રભુતા જોખમમાં હોય ત્યારે તમે આખી દુનિયા સાથે લડવા તૈયાર થઇ જાઓ છો. વર્તમાન સમયમાં અમેરિકાએ જે રીતે પાકિસ્તાન પર આતંકવાદને સમાપ્ત કરવા માટે દબાણ બનાવ્યું છે, એ પછી પાકિસ્તાનના ગૃહમંત્રીએ હાફિઝ સઈદની સંસ્થા જમાતઉત-દાવા પર પ્રતિબંધ મુક્યો છે. આ પહેલાં અબ્બાસીએ કહ્યું હતું કે, અમેરિકા તરફથી મળનાર આર્થિક મદદ ના બરાબર છે, પરંતુ અમે આતંક વિરુદ્ધ સતત અમારી લડાઇ લડી રહ્યાં છીએ.

English summary
Pakistan Prime Minister calls Hafiz Saeed Sir says no case against him so no action. He defends Hafiz Saeed in an TV interview.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.