For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

25 માર્ચે ચીન, પાકિસ્તાનની સ્ટેટ બેન્કમાં 29,000 કરોડ રૂપિયા જમા કરશે, પરંતુ શા માટે

નાણાકીય કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને 25 મી માર્ચે તેમના જૂના મિત્ર ચીન પાસેથી મોટી રકમ મળવાની છે.

|
Google Oneindia Gujarati News

નાણાકીય કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને 25 મી માર્ચે તેમના જૂના મિત્ર ચીન પાસેથી મોટી રકમ મળવાની છે. 25 મી માર્ચે ચીન તરફથી પાકિસ્તાનને 2.1 અબજ ડૉલરની લોન આપવામાં આવશે. જો પાકિસ્તાની રૂપિયામાં વાત કરીએ, તો આ રકમ 29,000 કરોડથી પણ વધુ છે. પાકિસ્તાનની મીડિયા દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી છે. 23 મી માર્ચે પાકિસ્તાનનો રાષ્ટ્રીય દિવસ છે અને આ પ્રસંગે બંને દેશો વચ્ચે મજબૂત "સંબંધો" નું જોડાણ જોવા મળશે.

આ પણ વાંચો: આર્થિક તાકાત બતાવી રહ્યું છે ચીન, ભારત કરતા 3 ગણી વધુ રકમ

પાકિસ્તાનની સ્ટેટ બેન્કને મળશે ફંડ

પાકિસ્તાનની સ્ટેટ બેન્કને મળશે ફંડ

પાકિસ્તાનના નાણામંત્રાલયના સલાહકાર અને પ્રવક્તા ખાકન નજીબ ખાનના હવાલાથી ધ ડૉનએ આ બાબત અંગે માહિતી આપી છે. નજીબ ખાનએ કહ્યું, "ચીની સરકાર દ્વારા આપવામાં આવી રહેલા 2.1 બિલિયન ડોલરની લોન માટે તમામ ઔપચારિક કાર્યવાહી પૂર્ણ થઈ છે. આ ફંડ સોમવારે એટલે કે 25 માર્ચના રોજ સ્ટેટ બેન્ક ઑફ પાકિસ્તાનના ખાતામાં જમા કરવામાં આવશે.

સાઉદી અરેબિયા અને યુએઈએ આપી લોન

સાઉદી અરેબિયા અને યુએઈએ આપી લોન

સાઉદી અરેબિયા અને યુએઈથી પાકિસ્તાનને પહેલેથી જ એક-એક બિલિયન ડોલરની સહાય આપવામાં આવી છે. આ રકમ પાકિસ્તાનને આ બંને દેશોના બેલઆઉટ પેકેજ હેઠળ પ્રાપ્ત થઈ છે. પાકિસ્તાનને સાઉદી અરેબિયા તરફથી 6 બિલિયન ડોલરનું બેલઆઉટ પેકેજ મળ્યું હતું. આમાં ત્રણ બિલિયન ડૉલર પેમેન્ટ તરીકે અને, ત્રણ બિલિયન ડોલર તેલ આયાતના બદલે આપવામાં આવ્યા હતા.

પાકિસ્તાનને મદદ આપવા ચીને કહ્યું હતું

પાકિસ્તાનને મદદ આપવા ચીને કહ્યું હતું

પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) તરફથીબેલઆઉટ પેકેજ મળી શકે તેવી ધારણા છે. નજીબએ કહ્યું, "લોન સુવિધા વિદેશી વિનિમય ભંડારને મજબૂત કરશે અને ચુકવણી સ્થિરતા સુનિશ્ચિત કરશે." પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન નવેમ્બરમાં ચીનના પીએમ લી કેકિયાંગને મળ્યા હતા. તે સમયે, ચીનએ પાકિસ્તાનને મદદ આપવા કહ્યું હતું.

આઇએમએફ તરફથી મળનારા 8 બિલિયન પર નજર

આઇએમએફ તરફથી મળનારા 8 બિલિયન પર નજર

અગાઉ, પાકિસ્તાનના અધિકારીઓએ કહ્યું હતું કે આઇએમએફમાંથી દેશને લગભગ આઠ અબજ ડોલરની જરૂર છે. આ આઇએમએફમાંથી પાકિસ્તાન માટે ઉપલબ્ધ સૌથી મોટું પેકેજ હશે. ભલે સાઉદી અરેબિયા અને યુએઈ પાસેથી પાકિસ્તાનને લોન મળી હોય તો પણ, આઇએમએફમાંથી મળનારૂ બેલઆઉટ પેકેજ તેના માટે વિશ્વ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લોન મેળવવાનો માર્ગ બની શકશે.

English summary
Pakistan to receive $ 2.1 billion loan from China by March 25
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X