For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અઝહર પર પ્રતિબંધ મંજૂર પરંતુ પહેલા ભારતની સેના પાછી હટેઃ પાકિસ્તાન

પાકિસ્તાને પોતાના જૂના અને ભરોસાપાત્ર સાથી ચીનને કહ્યુ છે કે તે જૈશ એ મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહર પર લાગેલા ટેકનિકલ હોલ્ડને હટાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને પોતાના જૂના અને ભરોસાપાત્ર સાથી ચીનને કહ્યુ છે કે તે જૈશ એ મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહર પર લાગેલા ટેકનિકલ હોલ્ડને હટાવી શકે છે. પરંતુ આના માટે તેણે ભારત સામે શરત રાખવી પડશે કે તે યુદ્ધની ઈચ્છાથી પાછુ હટે. ઈસ્લાબાદ અને દિલ્લી વચ્ચે શાંતિ વાર્તાની પ્રક્રિયાને શરૂ કરવા માટેની શરત પણ પાકિસ્તાન તરફથી રાખવામાં આવી છે. ઈંગ્લિશ ડેલી હિંદુસ્તાન ટાઈમ્સે સૂત્રોના હવાલાથી આ અંગેની માહિતી આપી છે. ઉલ્લેખનીય છેકે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી. ત્યારબાદ પણ યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી) માં જ્યારે તેને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરે પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો તો ચીને ચોથી વાર આના પર અડિંગો જમાવી દીધો.

જણાવવા પડશે અઝહર પર પ્રતિબંધ ન લગાવવાના કારણો

જણાવવા પડશે અઝહર પર પ્રતિબંધ ન લગાવવાના કારણો

ચીનને હવે યુએનએસસીમાં પોતાના આ ટેકનિકલ હોલ્ડ માટે ખાસ કારણો વિશે યુએનએસસી સભ્યોને આ અઠવાડિયે જણાવવાનું રહેશે. ત્યારબાદ અમેરિકા આના માટે જરૂરી અમુક વિકલ્પોને તપાસશે જેમાં યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (ઉંગા) માં આ મામલે ચર્ચાનો વિકલ્પ પણ શામેલ છે. જો અમેરિકા, ઉંગામાં જૈશના પ્રમુખ પર ચર્ચા કરશે તો ચીનને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડી શકે છે. પુલવામાં આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

પાકિસ્તાને કહેલી બે શરતો, અમેરિકાને નામંજૂર

પાકિસ્તાને કહેલી બે શરતો, અમેરિકાને નામંજૂર

ભારત અને અમેરિકાના રાજદ્વારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે ચીન તરફથી અમેરિકાને પાકિસ્તાન તરફથી રજૂ કરાયેલી બે શરતો વિશે જણાવી દેવામાં આવ્યુ છે. પરંતુ ટ્રમ્પ પ્રશાસન આ વાતથી પ્રભાવિત નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસન તરફથી ચીનને ઝાટકીને કહી દેવામાં આવ્યુ છે કે મસૂદ અઝહર પર પ્રતિબંધ અને ભારત-પાક વચ્ચે દ્વિપક્ષીય વાતચીતને પરસ્પર કંઈ લેવાદેવા નથી. ચીન તરફથી 13 માર્ચના રોજ અઝહર પર ટેકનિકલ હોલ્ડ લગાવવામાં આવ્યો હતો.

અમેરિકાનું માનવુ છે અઝહર ઘોષિત થાય આતંકી

અમેરિકાનું માનવુ છે અઝહર ઘોષિત થાય આતંકી

ટેકનિકલ હોલ્ડના કારણે યુએનએસસીના પી-5 દેશો તરફથી ચીનને બે અઠવાડિયાની અંદર ટેકનિકલ હોલ્ડ પાછળના જરૂરી કારણોની માહિતી આપવાની હતી. આ અઠવાડિયે આ સમયસીમા ખતમ થઈ રહી છે. અમેરિકાના કાઉન્ટર-ટેરર ઓફિસર્સે એ તરફ ઈશારો કરી દીધો છે કે અમેરિકા, અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાના પક્ષમાં છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક દિવસોમાં અઝહર પર પોતાના વલણમાં પરિવર્તન કર્યુ છે. થોડા દિવસો પહેલા પાક સેનાના પ્રવકતાએ એ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો કે અઝહર કે પછી જૈશ પાકિસ્તાનમાં છે કે પછી અહીં સક્રિય છે.

બોર્ડર પર તૈનાત પાકની સેના

બોર્ડર પર તૈનાત પાકની સેના

26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના (આઈએએફ) તરફથી ખૈબર પખ્તુનખ્વાના બાલાકોટમાં જૈશના અડ્ડાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારથી જ પાકિસ્તાનની સેના પશ્ચિમ સીમા પર તૈનાત છે. 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના 24 જેટ્સ જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ્યા હતા અને તેમણે ભારતની વાયુ સીમા ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યુ હતુ. પાકિસ્તાન, યુએનએસસીના 10 સ્થાયી સભ્યોને એ જણાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે ભારતની સેનાનું વલણ બહુ આક્રમક છે. વળી, ચૂંટણી પહેલા આ આક્રમકતા વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ જો પાર્ટી કહેશે તો જરૂર ચૂંટણી લડીશઃ પ્રિયંકા ગાંધીઆ પણ વાંચોઃ જો પાર્ટી કહેશે તો જરૂર ચૂંટણી લડીશઃ પ્રિયંકા ગાંધી

English summary
Pakistan has told China to lift technical hold on Masood Azhar but also asked to put de-escalation as condition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X