For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમા જહાંગીરની ભારતમાં હત્યા કરવા માંગતું હતું પાક: રિપોર્ટ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 4 સપ્ટેમ્બર : પાકિસ્તાની સૈન્ય અધિકારીઓએ માનવાધિકાર કાર્યકર્તા અસમા જહાંગીરની ભારતમાં હત્યા કરવાની યોજના બનાવી હતી. આ યોજના પાકિસ્તાનના સુરક્ષા પ્રતિષ્ઠાનોના વલણની કડક શબ્દોમાં ટીકા કરી ભારત યાત્રા દરમિયાન અમલમાં લાવવામાં આવી હતી. આ દાવો અમેરિકન મીડિયાના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને આ કાવતરાની ખબર પડી ગઇ હતી.

અમેરિકન સર્વિલાંસ પ્રોગ્રામનો ખુલાસો કરનાર વિસિલબ્લોઅર એડવર્ડ સ્નોડેન દ્વારા મળેલા દસ્તાવેજોના આધાર પર 'વૉશિંગ્ટન પોસ્ટ'એ આ દાવાની સાથે જણાવ્યું છે કે અસમાને મારવાની યોજના એટલા માટે રદ્દ કરવામાં આવી કારણ કે અસમાને આ યોજના અંગેની જાણ થઇ ગઇ હતી અને તેમણે આ માહિતીને ફેલાવી દીધી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સંબંધમાં ગુપ્તચર એજન્સીઓને મે, 2012માં પુરાવા મળ્યા હતા. ટોપ સીક્રેટ ડિફેન્સ ઇટેલિજેન્સના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો હતો.

asma jahangir
ડીઆઇએ જોકે એ નથી જણાવ્યું કે આ કાવતરામાં કોણ-કોણ સામેલ હતું, પરંતુ એટલું જરૂર જણાવ્યું કે આ કામ આતંકવાદીઓ અથવા પાકિસ્તાનમાં રહેતા અપરાધીઓને સોંપવાનું હતું. જો ભારતમાં હત્યા કરવાનું કાવતરું સફળ ના થતું તો તેમની હત્યા પાકિસ્તાનમાં કરવામાં આવતી. ડીઆઇએએ એ પણ નથી જણાવ્યું કે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇએ આ યોજના પર મોહર લગાવી હતી કે નહીં. રિપોર્ટમાં જોકે અનુમાન લગાવવામાં આવ્યો છે આઇએસઆઇને પણ આ યોજનાની જાણકારી હતી.

રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે ભલે પાકિસ્તાનની આ યોજના ફેઇલ થઇ ગઇ હોય પરંતુ આ માત્ર એક જ કેસ નથી. આ તો માત્ર એક ઉદાહરણ છે કે કઇ રીતે પાકિસ્તાની સેના અને ઇન્ટેલિજેન્સ લીડર એક્સ્ટ્રાજૂડિશલ હત્યાઓને અંજામ આપે છે.

સ્નોડેન દ્વારા વૉશિંગ્ટન પોસ્ટને આપવામાં આવેલ પુરાવામાં બતાવવામાં આવ્યું છે કે અમેરિકાની ગુપ્ત એજન્સીઓને માત્ર અસમાની હત્યાની યોજના અંગેની માહિતી હતી, પરંતુ તેમને પાકિસ્તાની સેના અને ઇન્ટેલિજન્સ અધિકારીઓના નિશાના પર રહેલા અન્ય શંકાસ્પદ આતંકવાદીઓ અને અન્ય સેન્ય અધિકારીઓની હત્યા માટે બનાવવામાં આવેલી આ પ્રકારની ઘણી ગુપ્ત યોજનાઓની જાણકારી હતી.

English summary
Pakistan wanted to kill Asama Jahangir in India: Report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X