For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ફરીથી UNને પત્ર લખી કાશ્મીર પર ઈમરજન્સી મીટિંગ બોલાવવાની કરી માંગ

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ફરીથી ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ફરીથી ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે. પાકિસ્તાને કહ્યુ કે ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા અને જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવા માટે આ ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ રાખી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ કે તેમનો દેશ કોઈ પણ પ્રકારના સંઘર્ષને ઉકસાવશે નહિ પરંતુ ભારતે અમને નબળા સમજવાની ભૂલ ન કરવી જોઈએ.

પાકિસ્તાને યુએનએસસીને લખ્યો પત્ર

પાકિસ્તાને યુએનએસસીને લખ્યો પત્ર

UNSCને લખેલા પત્રમાં કુરેશીએ કહ્યુ કે જો ઈન્ડિયા ફરીથી તાકાતનો ઉપયોગ કરશે તો પાકિસ્તાન પોતાની પૂરી ક્ષમતા સાથે આનો જવાબ આપવા માટે બાધ્ય હશે. તેમણે આગળ કહ્યુ કે ખતરનાક પરિસ્થિતિઓને જોતા તેમણે બેઠક બોલાવવાની માંગ કરી છે. પાકિસ્તાને શનિવવારે કહ્યુ હતુ કે બીજિંગે તેમને પૂરો સપોર્ટ આપવાની વાત કહી છે. ચીનના વિદેશ મંત્રી સાથે કુરેશીની મુલાકાતમાં એ ભરોસો આપવામાં આવ્યો. શુક્રવારે ચીને કુરેશીને કહ્યુ હતુ કે તે ભારત અને પાકિસ્તાન બંનેને ‘પડોશી મિત્ર' માને છે અને ઈચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો અને શિમલા સમજૂતીના માધ્યમથી આ મુદ્દાને ઉકેલી શકાય.

‘યુએનએસસી માળા લઈને ઉભુ નહિ હોય'

‘યુએનએસસી માળા લઈને ઉભુ નહિ હોય'

કુરેશીએ મીડિયા સાથે વાતચીતમાં પોતાના દેશવાસીઓને કાશ્મીર વિશે કોઈ પણ પ્રકારના ભ્રમમાં ન રહેવા જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ-370ને હટાવવાના ભારત સરકારના નિર્ણયના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ જ નહિ મુસ્લિમ જગતનું સમર્થન મેળવવુ પણ પાકિસ્તાન માટે સરળ નહિ હોય. તેમણે કહ્યુ કે અમારા માટે યુએનએસસીમાં કોઈ પણ હાથોમાં માળા લઈને નહિ ઉભુ હોય. ત્યાં કોઈ પણ માળા હાથમાં લઈને તમારી રાહ નહિ જુએ.

આ પણ વાંચોઃ વિંગ કમાંડર અભિનંદન સ્વતંત્રતા દિવસે બહાદૂરીના પુરસ્કાર વીરચક્રથી થશે સમ્માનિતઆ પણ વાંચોઃ વિંગ કમાંડર અભિનંદન સ્વતંત્રતા દિવસે બહાદૂરીના પુરસ્કાર વીરચક્રથી થશે સમ્માનિત

પોલેન્ડથી ઝટકો

પોલેન્ડથી ઝટકો

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવવાના મુદ્દે પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાની કોશિશમાં લાગી ગયુ છે પરંતુ તે પછડાટ ખાવી પડી છે. પાકિસ્તાન આ પહેલા પણ આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ગયુ હતુ. પરંતુ ત્યાં યુએનએસસીના વર્તમાન અધ્યક્ષ દેશ પોલેન્ડે સ્પષ્ટ કહી દીધુ કે તેણે આ મુદ્દાને દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલવો પડશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા આ મહિને પોલેન્ડ પાસે છે.

English summary
Pakistan Writes to UNSC for Emergency Meet Over end of article 370 in Jammu kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X