For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂક્રેનથી બહાર નિકળવા માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન ગાયું, તિરંગો ઉઠાવ્યો

યૂક્રેનથી બહાર નિકળવા માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગાન ગાયું, તિરંગો ઉઠાવ્યો

|
Google Oneindia Gujarati News

યૂક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને આવા હાલાતમાં અહીં ફસાયેલા લોકો માટે બહાર નીકળું સૌથી મોટો પડકાર છે. વિવિધ દેશોના નાગરિકો યુૂક્રેનમાં યુદ્ધના હાલાત વચ્ચે અહીંથી નીકળવા માટે સંભવ તમામ કોશિશ કરી રહ્યા છે. ભારત પણ પોતાના નાગરિકોને અહીંથી બહાર કાઢવા માટે ઑપરેશન ગંગા ચલાવી રહ્યું છે. રશિયા સાથે ભારતના સારા સંબંધોને પગલે ભારતીય નાગરિકોને અહીંથી બહાર કાઢવામાં સરળતા થઈ રહી છે. આ સંકટ વચ્ચે યૂક્રેનમાં ભારતનો ઝંડો માત્ર ભારતીયો જ નહીં બલકે પાકિસ્તાની નાગરિકોની પણ મદદ કરી રહ્યો છે.

પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતીય ત્રિરંગાની મદદ લીધી

પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતીય ત્રિરંગાની મદદ લીધી

એક તરફ જ્યાં ભારત ઓપરેશન ગંગા અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓને સતત દશ લાવી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાનના વિદ્યાર્થીઓએ અહીં સમસ્યાનો ભારે સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને અહીંથી કાઢવા માટે પાકિસ્તાન સરકાર કંઈ ખાસ પગલાં નથી ભરી રહી. જેને પગલે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ભારતીય ઝંડાની મદદથી અહીંથી બહાર નિકળવાની કોશિશ કરી રહ્યા છે. ખુદ પાકિસ્તાની વિદ્યાર્થી આ વાત સ્વીકારી રહ્યા છે કે ભારતીય ઝંડાથી તેમને મદદ મળી રહી છે.

યૂક્રેનમાં જીવ બચાવી રહ્યો છે ભારતીય ત્રિરંગો

યૂક્રેનમાં જીવ બચાવી રહ્યો છે ભારતીય ત્રિરંગો

ખુદ પાકિસ્તાનના વિદ્યાર્થીએ પોતાના અનુભવો શેર કર્યા. પાકિસ્તાનના વિદ્યાર્થીએ જણાવ્યું કે અમે જે ફ્લેટમાં રહીએ છીએ ત્યાં આર્મી સાથે અમારી વાત થઈ હતી તો તેમણે કહ્યું હતું કે તમારો ઝંડો ભારતીય હોય તો તમારે ડરવાની કોઈ જરૂરત નથી કેમ કે ભારત અને રશિયા વચ્ચે બધું જ ઠીક ચાલી રહ્યું છે. જે બાદ અમે તરત ભારતીય ઝંડાનો ઈંતેજામ કર્યો, અમે અમારી બસ સામે બે ભારતીય ઝંડા લગાવી દીધા છે જેથી અમે આસાનીથી બહાર નીકળી શકીએ અને ખરેખર આ કામ કરી ગયું. ભારતીય ઝંડો જોઈ લોકોએ વિચાર્યું કે અમે ભારતીય વિદ્યાર્થી છીએ અને મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છીએ એટલે અમને આસાનીથી બહાર જવા માટે ક્લિયરન્સ મળતું ગયું.

પાકિસ્તાની વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાયું- ત્રિરંગો ઉઠાવ્યો

પાકિસ્તાની વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાયું- ત્રિરંગો ઉઠાવ્યો

યૂક્રેનથી રોમાનિયાના બુચારેસ્ટ પહોંચનાર પાકિસ્તાની વિદ્યાર્થીઓએ ભારતીય ઝંડાનો આભાર વ્યક્ત કર્યો. એક વિદ્યાર્થીએ પોતાના અનુભવ શેર કરતાં કહ્યું કે જ્યારે અમને માલૂમ પડ્યું કે ભારતીય ઝંડાની મદદથી અમે આસાનીથી બહાર નીકળી શકીએ છીએ તો તરત જ અમે બજાર ગયા અને સ્પ્રે લઈને આવ્યા, જે બાદ સફેદ કપડાંમાં અમે ભારતીય ઝંડો બનાવ્યો. જે બાદ અમે ઘરેથી બહાર નીકળ્યા અને રાષ્ટ્રગાન ગાયું અને તિરંગો લહેરાવ્યો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ સંકટમાં ભારતીય ઝંડો અને ભારતીય લોકો બંને બહુ કામ આવ્યા.

ઓપરેશન ગંગા

ઓપરેશન ગંગા

જણાવી દઈએ કે ભારતીય વિદ્યાર્થીઓને યૂક્રેનથી બહાર કાઢવા માટે મોદી સરકાર સતત કોશિશ કરી રહી છે. જેના માટે ચાર મંત્રીઓની એક ટીમને યૂક્રેનમાં સીમાવર્તી દેશોમાં મોકલવામાં આવી છે જે સ્થાનિક સરકારની મદદથી યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે મિશન ચલાવી રહ્યા છે. પાછલા 24 કલાકમાં 1300થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને અહીંથી બહાર કાઢવામાં આવ્યા છે. ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે આની જાણકારી આપી છે.

English summary
Pakistani students sing national anthem, lift tricolor to get out of Ukraine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X