For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો બિડેન ચૂંટાતાં જ વ્હાઈટ હાઉસમાં ઓબામાના નજીકના લોકોની વાપસી થવા લાગી

જો બિડેન ચૂંટાતાં જ વ્હાઈટ હાઉસમાં ઓબામાના નજીકના લોકોની વાપસી થવા લાગી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેન હવે પોતાના કેબિનેટ અને ટીમ સાથે 20 જાન્યુઆરી 2021ની તૈયારીમાં લાગી ગયા છે. દિવસે જો બિડેન સત્તાવાર રીતે પ્રેસિડેન્ટ પદના શપથ લેશે અને વ્હાઈટ હાઉસની જવાબદારી તેમના ખભા પર આવી જશે. બિડેન ઉપ રાષ્ટ્રપતિ તરીકે બરાક ઓબામા સાથે કામ કરી ચૂક્યા છે. તેમની પાસે વ્હાઈટ હાઉસનો આઠ વર્ષનો અનુભવ છે અને એવામાં બિડેન એવા લોકો પર ભરોસો જતાવી રહ્યા છે જેઓ ઓબામા પ્રશાસનના મહત્વનો ભાગ હતા. બિડેને ઓબામા પ્રશાસનના ચાર વેટરન્સને પોતાની એડમિનિસ્ટ્રેશન ટીમમાં સામેલ કરવાનો ફેસલો લીધો છે.

White House

4 લોકોને મળી મહત્વની જવાબદારી

કૈથી રસેલ બરાક ઓબામાના કાર્યકાળમાં જિલ બિડેનની ચીફ ઑફ સ્ટાફ હતી અને હવે તેઓ નવા પ્રેસિડેન્ટ જો બિડેનના પ્રશાસનમાં વ્હાઈટ હાઉસમાં ઑફિસ ઑફ પ્રેસિડેન્શિયલ પર્સનલના ડાયરેક્ટર તરીકે જોવા મળશે. તેમના સિવાય લુસિયા ટેરેલ, વ્હાઈટ હાઉસના રાજનૈતિક મામલાની ડાયરેક્ટર હશે. ટેરેલ પહેલેથી બિડેન ટ્રાંજિશન ટીમ સાથે કેપિટૉલ હિલમાં પોતાના કામને અંજામ આપી રહી છે. તેમના સિવાય કાર્લોસ એલિજોંદોને ભાવી ફર્સ્ટ લેડી જિલ બિડેનના સોશિયલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માલા અડિગા તેમની પૉલિસી ડાયરેક્ટર તરીકે જોવા મળશે. નવા પ્રેસિડેન્ટ જો બિડેને સોમવારે પોતાની કેબિનેટનું એલાન કરી દીધું. બિડેને એવા લોકો વિશે પણ જણાવ્યું છે જેઓ વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મામલાને જોશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના સૌથી બિનજવાબદાર પ્રેસિડેન્ટ તરીકે ઓળખાશેઃ બિડેનડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસના સૌથી બિનજવાબદાર પ્રેસિડેન્ટ તરીકે ઓળખાશેઃ બિડેન

આની સાથે જ પહેલીવાર હશે જ્યારે કોઈ મહિલા ઈન્ટેલીજેંસ એજન્સીની કમાન સંભાળશે અને એ પણ પહેલીવાર હશે જ્યારે કોઈ લેટિન મૂળના કોઈ વ્યક્તિને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગની જવાબદારી સોંપવામાં આવી. આની સાથે જ કેબિનેટમાં ઓબામા પ્રશાસનમાં વિદેશ મંત્રી રહેલા જૉન કેરીની વાપસી થઈ છે.

English summary
People close to Obama began to return to the White House
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X