For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાન સામે અફઘાનીઓ રસ્તા પર, કાબુલથી ખોસ્ત સુધી પ્રદર્શનો!

20 વર્ષ બાદ અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ફરી એકવાર ભયનો માહોલ છે. તાલિબાન લડવૈયાઓ લગભગ દરેક શહેરના રસ્તાઓ પર હથિયારો લહેરાવી રહ્યા છે. આગળ શું થશે તે કોઈ જાણતું નથી.

|
Google Oneindia Gujarati News

20 વર્ષ બાદ અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ ફરી એકવાર ભયનો માહોલ છે. તાલિબાન લડવૈયાઓ લગભગ દરેક શહેરના રસ્તાઓ પર હથિયારો લહેરાવી રહ્યા છે. આગળ શું થશે તે કોઈ જાણતું નથી. મોટાભાગના લોકોને લાગે છે કે ફરી એકવાર તેમને બંદૂકોના છાયા હેઠળ જીવવું પડશે. અફઘાનિસ્તાનના લોકો હવે તાલિબાન સામે રસ્તા પર ઉતર્યા છે. અફઘાન નાગરિકો કાબુલ, કંધાર, જલાલાબાદ સહિતની દરેક જગ્યાએ પ્રદર્શન કરી રહ્યા છે. ઘણી જગ્યાએથી ફાયરિંગના અહેવાલો પણ આવી રહ્યા છે. આમ છતાં અફઘાન તેમના અધિકારો માટે લડવા માટે રસ્તાઓ પર છે.

anti taliban protest

તાલિબાનીઓ કોઈપણ વિરોધને દૂર કરવા માટે તૈયાર છે, જો કે તાલિબાને દાવો કર્યો છે કે તે અફઘાનિસ્તાનમાં તેમના અગાઉના શાસનની તુલનામાં ઉદાર હશે. લોકોને ડર છે કે તાલિબાન મહિલાઓના અધિકારો અને માનવાધિકારને વિસ્તૃત કરવાના બે દાયકાના પ્રયત્નોને બરબાદ કરી દેશે.

મળતી વિગતો અનુસાર ગુરુવારે કાબુલ એરપોર્ટ નજીક લોકોએ કાર સાથે કૂચ કરી હતી. આ દરમિયાન તેમની પાસે અફઘાન ધ્વજના સન્માનમાં લાંબા કાળા, લાલ અને લીલા બેનરો હતા. નાંગરહાર પ્રાંતથી પ્રદર્શનનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયોમાં એક પ્રદર્શનકારીને ગોળી વાગી હોવાનું જોઈ શકાય છે. ખસ્તાખ પ્રાંતમાં તાલિબાનોએ પ્રદર્શનને દબાવ્યા બાદ 24 કલાકનો કર્ફ્યુ લગાવ્યો છે.

કુનાર પ્રાંતમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બુધવારે તાલિબાનોએ પ્રદર્શનકારીઓને હિંસક રીતે વિખેર્યા હતા. જલાલાબાદમાં પ્રદર્શનકારીઓએ તાલિબાનનો ધ્વજ હટાવી અફઘાનિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. અફઘાનિસ્તાનની પંજશીર ખીણમાં પહોંચેલા વિપક્ષી નેતાઓ નોર્ધન એલાયન્સના બેનર હેઠળ સશસ્ત્ર વિરોધ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. આ સ્થળ નોર્ધન એલાયન્સ લડવૈયાઓનો ગઢ છે, જેમણે 2001 માં તાલિબાન સામે અમેરિકાનો સાથ આપ્યો હતો. આ એકમાત્ર પ્રાંત છે જે તાલિબાનના હાથમાં આવ્યો નથી.

18 ઓગસ્ટે રોજ તાલિબાનીઓએ જલાલાબાદમાં ધ્વજ લહેરાવનારા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આ જ સ્થિતિ બુધવારે અસદાબાદ અને અન્ય પૂર્વીય શહેર ખોસ્તમાં જોવા મળી રહી છે.

હાલ એ સ્પષ્ટ નથી કે આ તાલિબાન માટે કેટલો ગંભીર ખતરો છે, કારણ કે થોડા જ દિવસોમાં તાલિબાનીઓએઅફઘાન સશસ્ત્ર દળોના નજીવા વિરોધ વચ્ચે લગભગ આખા દેશને કબજે કરી લીધો છે. જો કે, તાલિબાને હજુ સુધી તે સરકાર માટે કોઈ યોજના રજૂ કરી નથી, જે ને તે ચલાવવા માંગે છે. તેમણે માત્ર એટલું જ કહ્યું છે કે તેઓ શરિયા અથવા ઇસ્લામિક કાયદાના આધારે સરકાર ચલાવશે.

English summary
People take to the streets against the Taliban in Afghanistan, demonstrations from Kabul to Khost!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X