For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરવેઝ મુશર્રફે કર્યો વનવાસ ખત્મ કરવાની જાહેરાત

|
Google Oneindia Gujarati News

દુબઇ, 1 માર્ચઃ પાકિસ્તાના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ હવે પોતાનો વનવાસ ખત્મ કરવા ઇચ્છે છે. તેમણે પોતાની આ ઇચ્છા એક પ્રેસવાર્તામાં આજે વ્યક્ત કરી છે. જુમ્મેના દિવસે દુબઇમાં તેમણે જાહેરાત કરી છે કે તે પોતાના વતન પરત ફરી રહ્યાં છે. સૌથી પહેલા અમે તમને જણાવી દઇએ કે પરવેઝ મુશર્રફ તમામ આરોપ લગાવ્યા પછી 24 નવેમ્બર 2008એ લંડનમાં પરવેઝ મુશર્રફે પોતાના વનવાસની જાહેરાત કરી હતી. વનવાસનું જાહેરાત તેમણે જાતે જ કર્યું હતું. ત્યારથી તે પાકિસ્તાન નહીં કરવામાં આવે.

હવે જ્યારે દેશની ચૂંટણી આવવાની છે, ત્યારે મુશર્રફ પરત ફરી રહ્યાં છે. શુક્રવારે પ્રેસવાર્તામાં મુશર્રફે કહ્યું કે પાકિસ્તાનની સ્થિતિ ઘણી ખરાબ થઇ ગઇ છે. હવે લોકો પાકિસ્તાનમાં આવવા માગતી નથી. અહીં વિદેશી કંપનીઓ રોકાણ કરવા માગતી નથી. ડોલરની કિંમત 100 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઇ છે. નોકરીઓ નથી, ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. ચૂંટણી આવી રહી છે અને આ સમય છે પાકિસ્તાનને આ પરિસ્થિતિઓથી નીકળવાનું છે.

pervez-musharraf
ઇસ્લામ પર મુશર્રફે શું કહ્યું

મુશર્રફે કહ્યું કે કહેવામાં આવે છે કે વિશ્વમાં દોઢ અરબ મુસલમાન છે, હું એમ કહેતો નથી, આવું નથી, કારણ કે અમે વહેંચાયેલા છીએ. પાકિસ્તાનમાં તાલિબાની શિક્ષા જે આપવામાં આવી રહી છે. તેમાથી બધા નહીં પરંતુ કેટલાક એવા છે, જે ખોટા રસ્તા પર જઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો છે જે ઇસ્લામને બદનામ કરી રહ્યાં છે. ખાસ કરીને આ લોકો જે આતંકવાદનો રસ્તે ચઢી રહ્યાં છે.

પાકિસ્તાનને જો આવી હાલાતોથી બહાર કાઢવું છે, તો નિશ્ચિત રીતે મોટા પરિવર્તનની જરૂર છે. મુશર્રફે ઇચ્છા વ્યક્ત કરી છે કે હવે પાકમાં પરિવર્તન લાવવા માગે છે.

English summary
Former Pakistani President Pervez Musharraf has announced that he will now back to his nation for save from the grim situation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X