For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.માં તાલિબાનોએ શાળાના બાળકોને બનાવ્યા નિશાનો, 126ના મોત

|
Google Oneindia Gujarati News

પેશાવર, 16 ડિસેમ્બર: પાકિસ્તાનના પેશાવર વિસ્તારમાં સૈનિક શાળામાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ સૈનિક શાળામાં ઘુસી જઇને માસૂમ બાળકોને પોતાના નિશાને લીધા હતા. એઆરવાય ન્યૂઝ અનુસાર આ હુમલામાં 126 લોકોના મોત થઇ ગયા છે. મરનારા બાળકો, એક શિક્ષિકા અને સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. એક આતંકવાદીએ વિસ્ફોટ કરીને ખુદને ઊડાવી દીધો છે. તહરીક એ તાલિબાને હુમલા બાદ નિવેદન જારી કર્યું છે કે ઉત્તરી વજીરિસ્તાનમાં સેનાએ જે કાર્યવાહી કરી છે તેનો આ બદલો છે.

નોંધનીય છે કે પાકિસ્તાની સેનાએ છેલ્લા 6 મહીનાની અંદર 1200થી વધારે આતંકવાદીઓને મારી નાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શાળાની અંદર ઘુસેલા 6 આતંકવાદીઓએ 500 બાળકો અને કેટલીક શિક્ષિકાઓને બંધક બનાવી લીધી હતી. તેમને શાળાના ઓડિટોરિયમમાં રાખવામાં આવેલ છે. આ અંગેની માહિતી મળતા જ સિક્યોરિટી ફોર્સે શાળાને ચારેય તરફથી ઘેરી લીધી છે, ફિલહાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

pakistan
હાલમાં આતંકવાદીઓ તરફથી કોઇ ડિમાંડ સામે આવી નથી. આતંકવાદીઓ શાળાની દીવાર કૂદીને આર્મીના યૂનિફોર્મમાં શાળામાં અંદર ઘુસ્યા હતા. બાળકોના વાલીઓએ પોતાના બાળકોને છોડાવવા માટે શાળા કેમ્પસની બહાર મીટ લગાવીને બેસ્યા છે. આ આર્મી પબ્લિક શાળા આર્મી હાઉસીંગ કોલોની અને મેડિકલ શાળાની નજીક વરસાક રોડ પર સ્થિત છે. હુમલા બાદથી આખા પેશાવરમાં ટ્રાફિક જામ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પેશાવર માટે રવાના થઇ ગયા છે. નવાઝે જણાવ્યું કે ગુનેગારોને કોઇપણ કિંમતે છોડવામાં નહીં આવે. પાકિસ્તાનમાં 3 દિવસના શોકની જાહેરાત કરી દેવામાં આવી છે. તહરીકે તાલિબાને હુમલા બાદ નિવેદન જારી કર્યું છે કે ઉત્તરી વજીરિસ્તાનમાં સેનાએ જે કાર્યવાહી કરી છે આ તેનું પરિણામ છે. નોંધનીય છે કે પાકિસ્તાની સેનાએ 6 મહીનાની અંદર 1200થી વધારે આતંકવાદીઓને ઠાર માર્યા છે.

આ ઘટના અંગે શાંતિ માટે નોબેલ પુરસ્કારથી સન્માનવામાં આવેલી પાકિસ્તાની કિશોરી મલાલા યુસુફરઝાઇએ ચિંતા સાથે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

English summary
Peshawar school attack: Taliban kill 132, including over 100 schoolchildren.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X